Abtak Media Google News
  • 17માં શાળા પ્રવેશોત્સવનો વડગામના મેમેદપુરાથી આરંભ કરાવતા મુખ્યમંત્રી
  • 31 હજારથી વધુ બાળકોનું નામાંકન કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 17માં શાળા પ્રવેશોત્સવ નો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠા ના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને કર્યો છે.  ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી ને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતતર્ગત 31 હજાર ઉપરાંત  સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રીદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો,અને વર્ગ 1 ના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે.મુખ્યમંત્રીએ મેમદપુરા પ્રાથમિક શાળામાં એસ. એમ .સી. ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં  ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો  અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું.રાજ્યમંત્રી કીર્તિ સિંહ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

મુખ્યમંત્રી  શાળા પ્રવેશોત્સવના આ સેવાયજ્ઞના બીજા દિવસે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર નિઝરના રૂમકી તળાવ ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવશે તેમજ ત્રીજા દિવસે અમદાવાદના મેમનગર ખાતે મુખ્યમંત્રી  ઉપસ્થિત રહેશે.  નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદકાળ દરમ્યાન રાજ્યની પ્રાથમિક શિક્ષણની સ્થિતી, ગુણવત્તા અને રેશિયો સુધારવા તથા દિકરીઓના શિક્ષણને વેગ આપવા ર003થી શાળા પ્રવેશોત્સવ-ક્ધયા કેળવણી રથયાત્રાનો ઉપક્રમ શરૂ કરાવ્યો છે.

આના પરિણામે રાજ્યમાં 1990-91માં જે ડ્રોપ આઉટ રેઇટ 64.48 ટકા જેટલો ઊંચો હતો તે ઘટીને ર0ર0-ર1માં 3.7 ટકા જેટલો નીચો આવી ગયો છે. એટલું જ નહિ, ર004-0પમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 9પ.6પ ટકા હતો તે વધીને ર0ર0-ર1માં 99.0ર ટકા જેટલો ઊંચો ગયો છે.

દરેક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તે જ શાળામાં એસ.એમ.સી.(સ્કુલ મોનિટરીંગ કમિટી)ના સભ્યોની હાજરીમાં જે-તે શાળાના મુખ્ય શિક્ષક ધ્વારા શાળાનો અહેવાલ રજુ કરવામાં આવશે. તે ઉપરાંત અધિકારી  અને પદાધિકારી ધ્વારા શાળાના એસ.એમ.સી સભ્યો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રીઓને પણ જોડવામાં આવશે.

 

Screenshot 7 1

આ શાળા પ્રવેશોત્સવમાં રાજય કક્ષાથી જનાર પદાધિકારી/ અધિકારીને રાજયકક્ષાએથી તાલુકાની ફાળવણી કરવામાં આવી છે. તેઓ પ્રત્યેક દિવસે તે જ તાલુકાની કોઇ એક કલસ્ટરની 3 પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરશે અને ત્રીજી શાળામાં તે કલસ્ટરની શૈક્ષણિક બાબતોની સમીક્ષા કરશે. પદાધિકારી/અધિકારીઓને જિલ્લા કક્ષાએથી શાળાઓની ફાળવણી કરવામાં આવશે. જેમાં ગુણવત્તાયુક્ત સમિક્ષા થઇ શકે તે હેતુથી વધુ વિધાર્થીઓની સંખ્યાવાળી શાળામાં ફાળવવામાં આવશે. એટલુ જ નહિ, તા.24મી જૂને સમગ્ર રાજયમાં સાંજે-4-00 થી પ-00 દરમ્યાન તાલુકા કક્ષાની રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.