Abtak Media Google News

પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ આયોજીત બાલ સંગમ-૨૦૧૯ કાર્યક્રમમાં પણ હાજરી આપી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે માદરે વતન રાજકોટની મુલાકાતે પધાર્યા છે. વિજયા દશમીના શુભ અવસરે મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીના રૂા.૨૨૩.૬૨ કરોડના વિવિધ પ્રોજેકટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેઓએ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ આયોજીત બાલ સંગમ ૨૦૧૯ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.

Advertisement

Dsc 7750

સ્વ.પુજીતના જન્મદિવસ નિમિતે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ૮ ઓકટોબરના રોજ શહેરની ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને એક દિવસ પુરતું કિલોલ કરતુ બાળપણ મળી રહે તેવા શુભ હેતુથી બાળસંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજે સવારે ૮:૩૦ કલાકે ફનવર્લ્ડ ખાતે યોજાયેલા બાળ સંગમ ૨૦૧૯ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી અને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાવ્યું હતું.

Dsc 7825

આ તકે બાલવીર સીરીયલના દેવ જોશીએ પણ હાજરી આપી હતી. મુખ્યમંત્રીના હસ્તે આજે મહાપાલિકા દ્વારા શહેર વોર્ડ નં.૧૧ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના સ્માર્ટ ઘર ૧,૨ અને ૩ હેઠળ રૂા.૧૬૨.૧૮ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ૨૧૭૬ આવાસનું લોકાર્પણ કર્યું હતું અને લાભાર્થીને કવાર્ટરની પણ ફાળવણી કરી દીધી હતી.

Dsc 7777

આ ઉપરાંત રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ (રૂડા દ્વારા) વાવડી વિસ્તારમાં રૂા.૧૨.૬૨ કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું લોકાર્પણ, માધાપર ચોકી માલીયાસણ ચોક સુધી નિર્માણ પામેલા સેન્ટ્રીંગ લાઈટીંગ (એલઈડીનું લોકાર્પણ), મોટા મવા ટીપી સ્કીમ નં.૯માં એમઆઈજી લાભાર્થી માટે રૂા.૪.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૯૨ આવાસ અને રૈયા ટીપી સ્કીમ નં.૧માં રૂા.૪૪.૭૫ કરોડના ખર્ચે નિર્માણ પામાર ઈડબલ્યુએસ બે પ્રકારના ૧૨૬ આવાસોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.