Abtak Media Google News

3 દિવસના પ્રવાસમાં ગયેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રશિયા અને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને નવી તકોનું સર્જન કરવા પ્રવાસનું આયોજન કરેલ છે. આ પ્રવાસના ત્રીજા દિવસે મુખ્યમંત્રીએ વાલ્ડીવોસ્ટોકમાં ડાયમન્ડ કટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુજરાતી ઊદ્યોગ સાહસિકોના યુનિટ્સની મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મૂળ સૌરાષ્ટ્રના વિઠ્ઠલભાઇ રામાણીના કે.જી.કે ડાયમન્ડ એન્ડ કટિંગ યુનિટની મુલાકાત લઇ અદ્યતન ટેકનોલોજીનું નિરિક્ષણ કર્યું હતું.

67925407 2626769207375983 5182159740939010048 N

વિઠ્ઠલભાઇ રામાણીના આ યુનિટમાં 500 જેટલા ગુજરાતી કારીગરો કાર્યરત છે. તેઓ 18 વર્ષ પહેલા વાલ્ડીવોસ્ટોકમાં સ્થાયી થયા છે.મુખ્યમંત્રીએ વિઠ્ઠલભાઇ રશિયામાં અન્ય યુવા ઊદ્યોગકારો માટે પ્રેરણારૂપ બન્યા છે કહી તેની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ સુરેશ એન્ડ કંપનીના નવા યુનિટની મુલાકાત લઇ પૂજા વિધિ કરી હતી. આ ડાયમન્ડ કટિંગ યુનિટમાં પણ 250થી વધુ ગુજરાતી કારીગરો રોજગારી મેળવી રહ્યા છે. મુખ્યમંત્રી રૂપાણી આ બન્ને ડાયમન્ડ કટિંગ યુનિટના સંચાલકો તથા તેમાં કાર્યરત સૌ ગુજરાતી યુવાઓને માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં પણ ગુજરાતી ઉદ્યમશીલતા ઝળકાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.