કોર્પોરેશનના કર્મચારીઓ મુખ્યમંત્રીની સેવામાં: કચેરીમાં ઉડે-ઉડે

corporation | rajkot

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી આજે અલગ અલગ પ્રોજેકટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે રાજકોટની મુલાકાતે આવ્યા છે ત્યારે મહાપાલિકાના કર્મચારીઓ સીએમની સેવામાં જોતરાઈ જતા સવારી કચેરીની તમામ શાખાઓમાં ઉડે-ઉડે જેવી સ્િિત જોવા મળતી હતી. સેન્ટ્રલ ઝોન ઓફિસે એક માત્ર ટીપી શાખાને બાદ કરતા મોટાભાગની શાખાઓમાં અધિકારીઓ કે કર્મચારીઓ હાજર ન હતા. જેના કારણે અરજદારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ તમામ શાખામાં ચેકિંગ હા ધરી અધિકારીઓની પોલ છતી કરી હતી.