Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 6પમા જન્મદિવસ અંતર્ગત શહેરમાં વિવિધ કાર્યક્રમોનું તેમજ સેવાકીય કાર્યક્રમનું આયોજન થયેલ હોય ત્યારે રાજકોટના શહેર ભાજપના વડામથક શહેર ભાજપ કાર્યાલય ખાતે પધારી કાર્યર્ક્તાઓનું અભિવાદન ઝીલ્યુ હતું.

કાર્યાલય ખાતે તેમને વધાવવા અનેરો થનગનાટ વ્યાપી ગયેલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ કાર્યાલય ખાતે અનેરૂ સુશોભન, રંગબેરંગી ફુગ્ગા, નયનરમ્ય ફુલોના હાર, આકર્ષક સ્ટેજ અને પ્રવેશધ્વાર, બાળાઓ ધ્વારા પુષ્પવર્ષા અને રાસની રમઝટ અને બેન્ડની સુરાવલિ, ઢોલ, શરણાઈ, રંગબેરંગી ફૂગ્ગાઓ, ફટાકડાઓ અને ભારત માતા કી જય ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ  હતું.

ત્યારે આ ભવ્ય સ્વાગત અને ઉપસ્થિત કાર્યર્ક્તાઓનો ઉમળકો નિહાળી મુખ્યમંત્રી મંત્રમુગ્ધ બન્યા હતા અને સૌનો આભાર વ્યક્ત ર્ક્યો હતો. રૂપાણીએ  શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યર્ક્તાઓ સાથે તીખા ગાંઠીયાનો આસ્વાદ માણી ભુતકાળને જીવંત ર્ક્યો હતો અને જણાવેલ કે હું જયારે શહેર ભાજપ કાર્યાલય ખાતે આવુ છુ ત્યારે મારો થાક ઉતરી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.