Abtak Media Google News
17 હજારથી વધુ વિકાસ કાર્યો જનતાને સમર્પીત કરાયા

અબતક, રાજકોટ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા આજે અગીયારસના પાવન અવસરે ગુજરાતની જનતાને દિવાળીની ભેટ આપી હતી. અમદાવાદના સાયન્સ સિટી ખાતેથી આજે સવારે રૂ. 2646 કરોડના 17 હજારથી પણ વધુ વિકાસ કામો ગુજરાતવાસીઓને સમર્પીત કરવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યના નાગરિકોને એક મોટી ભેટ તરીકે 17 હજાર વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. આ વિકાસકાર્યો પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર ₹ 2,646 કરોડનો ખર્ચો કરશે. આ વિશેષ કાર્યક્રમનું અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક મહિનાઓમાં રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એક પછી એક હજારો કરોડના ખર્ચે વિકાસકાર્યો ગુજરાતની જનતાને સમર્પિત કર્યા છે. આ ક્રમમાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજેે ફરી એક વખત વિકાસકાર્યો લઇને લોકો સમક્ષ પ્રસ્તૂત થયા હતા.

આ વિકાસકાર્યો પૈકી લગભગ 13 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયા હતા.  જ્યારે લગભગ 4 હજારથી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરાયું હતું. સૌથી વધુ દાહોદ જિલ્લામાં 3 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે અને 70થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ભરૂચ, ડાંગ, મહિસાગર અને આણંદની વાત કરીએ તો આ જિલ્લાઓમાં અનુક્રમે 1600થી વધુ, 600થી વધુ, 500થી વધુ અને 550થી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને એ જ ક્રમમાં 180,160થી વધુ, લગભગ 400 અને 100થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત આયોજિત કરવામાં આવી રહ્યો છે. તેમાં લોકસભાના સાસંદ ડો. કિરીટ સોલંકી, લોકસભા સાંસદ હસમુખ પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.