આજે રમા એકાદશી: ભગવાન શ્રી રામ અને રંગોળી સાથે જોડાયેલો છે મહિમા, જાણો પૌરાણિક કથા

શુક્રવારે રમા એકાદશી અને વાઘબારશ આસો વદ અગિયારશ તા. ૨૧.૧૦.૨૦૨૨ ના દિવસે રમા એકાદશી અને વાઘબારસનો તહેવાર મનાવાશે અને દિપાવલીના મહાપર્વની શુરૂઆત થશે . આ
વર્ષે દિવાળીના દિવસે ગ્રહણ હોતા તેની અસર સ્વરૂપે શુક્રવારે રમા એકાદશી અને વાઘબારસ ભેગા મનાવાશે

રમા એકાદશીનું વ્રત કરવાથી એકાદશીના નામ મુજબ લક્ષ્મી ધન અને સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે રમા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી અને ત્યારબાદ નિત્ય પૂજા કર્યા પછી લક્ષ્મી વિષ્ણુ ભગવાન નું પૂજન કરવું અને ભગવાનને નૈવેદ્યમાં કેળા ખાસ ધરાવા અને ત્યાર પછી એકાદશી ની કથા વાંચવી.

રમા એકાદશીના દિવસે અયોધ્યાવાસીઓને શ્રીરામ ભગવાનના આવવાના સમાચાર મળેલા આથી આ દિવસથી રંગોળી કરવાની શરૂઆત થયેલી. આમ એક માન્યતા પ્રમાણે રામ ભગવાનના વખતથી રમા એકાદશીના દિવસથી રંગોળી કરે છે જ્યોતિષ આચાર્ય રાજદીપ જોશી મો ૯૯૨૫૬૧૧૯૭૭ ·

શુક્રવારે જ વાઘબારશ મનાવાશે આથી આ દિવસે ગાયની પૂજા . કરવાનું અને ગાયને શણગારવાનું મહત્વ છે અને ગાયને ઘાસ નાખવું ગાયની પદક્ષિણા ફરવી . આ દિવસેવાઘ બારશનો તહેવાર હોવાથી સવારના નિત્ય કર્મ કરી બાજોઠ પર સફેદ વસ્ત્ર પાથરી તેના પર ચોખાની ઢગલી કરી અને શ્રી કૃષ્ણ ભગવાનની છબી પધરાવી સોપારીમાં રૂક્ષ્મણીજીનું આવાહન કરી અને પધરાવા . ભગવાનને ચાંદલો ચોખા કરી ફુલ ચડાવી મીઠું નૈવેધ અર્પણ કરી આરતી ઉતારી આમ આ વાઘબારસના દિવસે પતી પત્નીએ બન્નેએ સાથે પૂજા કરવી આનાથી ધમ્પત્ય જીવનમા મીઠાશ
આવશે .

શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ પછી આજ દિવસે યશોદા માતાએ ભગવાનને ગાયના દર્શન કરાવેલા . આ દિવસે કોઈપણ મહિલા પોતાના પુત્ર પરિવારની સુખ શાંતી માટે ઉપવાસ
અથવા તો એકટાણુ રહિ શકે છે .