Abtak Media Google News

વેસ્ટર્ન જ નહીં, ઇન્ડિયન ડ્રેસિસમાં પણ આજકાલ ટ્રેન્ડમાં રહેલી કોલ્ડ શોલ્ડર સ્લીવ્સનું જાણીએ એ ટુ ઝેડ

ફેશન-વર્લ્ડમાં કેટલાંક કપડાં એવાં હોય છે કે એ માત્ર ફેશન-શોના સ્ટેજ પર જ પહેરી શકાય. ડે-ટુ-ડે લાઇફમાં એને કેરી કરવાં અઘરાં હોય છે એટલું જ નહીં, ફેશનેબલ કપડાં પહેરવા ઇચ્છતી સામાન્ય યુવતીઓ માટે પણ એ પહેરવાં શક્ય ની હોતાં. આ બધામાં કોલ્ડ શોલ્ડર સ્લીવ્સનો જ એકમાત્ર ટ્રેન્ડ રહ્યો છે જેને નેક્સ્ટ ડોર ગર્લ પણ કોઈ સંકોચ વિના પહેરી શકે છે.

કોલ્ડ શોલ્ડર શું છે?:એ એક જાતની સ્લીવ છે. એવી સ્લીવ જેમાં શોલ્ડર ઉપર કટ હોય છે અને એને લઈને બાંય તમે ભલે ફુલ પહેરી હોય, પણ તમારો શોલ્ડરનો પાર્ટ ખુલ્લો રહે છે. ડ્રેસ ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન; સ્લીવ ફુલ હોય, હાફ હોય કે પોણિયા; ગળું બંધ હોય કે કોઈ પણ શેપનું હોય; પણ એ બધામાં તમારો શોલ્ડરનો પાર્ટ ખુલ્લો હોય છે જે સુંદર અને હોટ લુક આપે છે.

નો એજ-બાર:તમે પચીસનાં હો કે ૬૫નાં, આ સ્લીવની એક જાદુઈ કમાલ એ છે કે દરેક વયની મહિલાને એ સૂટ કરે છે. બંધ ગળા અને ફુલ સ્લીવ સો પણ તમે બોડીના એક પાર્ટને ઓપન રાખી શકો છો. સામાન્ય રીતે દરેકનો શોલ્ડરનો પાર્ટ બ્યુટિફુલ જ હોય છે અને તમે તમારા એ પાર્ટને એક્સપોઝ કરી શકો છો.

વેસ્ટર્ન અને ઇન્ડિયન:કોલ્ડ શોલ્ડર એ સ્લીવનો એક પ્રકાર છે. એ માત્ર વેસ્ટર્ન નહીં ઇન્ડિયન ટ્રેડિશનલ વેઅરમાં પણ એટલી જ પોપ્યુલર બની રહી છે. ફેશન-ડિઝાઇનર સીમા મહેતા કહે છે, ટ્રેડિશનલ વેડિંગ-વેઅરમાં પણ આ સ્લીવ ચાલે છે. બ્લાઉઝ, લેહંગા, અનારકલી, કુરતી, ગાઉન, ટોપ્સ, ક્રોપ ટોપ્સ, સહિત લગભગ દરેક પ્રકારના ડ્રેસિસમાં આજકાલ આ સ્લીવ ચાલે છે. ફુલ સ્લીવનું બ્લાઉઝ પણ એમ્બોઇડરી સો કોલ્ડ શોલ્ડર સ્લીવમાં કરી શકાય છે. દુલ્હનના લેહંગામાં પણ આ સ્લીવ ાય છે અને જીન્સ પરનાં ટોપ્સમાં પણ એ હોય છે. આમ બધી જ પ્રકારની અને દરેક એજની ીઓ પહેરી શકતી હોવાી આ સ્લીવ વધુ પોપ્યુલર ઈ છે.

ડિફરન્ટ સ્ટાઇલ:કટ સ્લીવ વિ સ્લીવ ઑફ શોલ્ડર, હોલ્ટર, સ્પેગેટી કટ વગેરે કોલ્ડ શોલ્ડર સ્લીવના જુદા-જુદા પ્રકારો છે. મૂળે આ બધામાં એવી સ્લીવ છે જેમાં શોલ્ડરનો પાર્ટ એક્સપોઝ ાય છે. શોલ્ડર પરની કટ સાઇઝમાં હોઈ શકે છે. એમાં જેવી જેની પસંદ. એ જ રીતે કટ ઊભી કે આડી તમારે કઈ રીતે રાખવી છે એ પણ ચોઇસની વાત છે. જેકેટમાં પણ આ સ્લીવ છોકરીઓ પહેરે છે. શર્ટ, પાર્ટીવેઅર અને કેઝ્યુઅલ, કોઈ પણ ડ્રેસમાં તમે આ સ્લીવ કરાવી શકો છો. બાય ધ વે એ ટ્રેન્ડમાં જ છે.

૮૦ની ફેશન:આ સ્લીવ નવી ની. ૮૦ી ૯૦ના દાયકામાં આ પ્રકારની સ્લીવ ચાલતી જ હતી એમ જણાવતાં સીમા મહેતા કહે છે, એ સમયે કટ ોડી ઓછી હતી, અત્યારે વધુ છે. જમાઈરાજા ફિલ્મમાં માધુરી દીક્ષિતે આ પ્રકારની સ્લીવ પહેરી જ હતી.

સાવધાની શું રાખવી?:આ સ્લીવમાં હા કવર રહેશે, પણ શોલ્ડર ઓપન રહેતા હોવાી આ સ્લીવ પર્હેયા પછી તમને સ્લીવ પડી જશે એવો ડર જો લાગતો હશે તો એ પહેરીને તમે કોન્ફિડન્ટ નહીં રહી શકો. એી આ સ્લીવ પહેરનારે કોન્ફિડન્ટ રહેવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.