Abtak Media Google News

પંચાયતના પ્રમુખ મનમાની કરી રહ્યા છે: ઉપપ્રમુખ સુમરા

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના ધમધમાટ વચ્ચે તાલુકા કોંગ્રેસમાં ભંગાણ પડતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. પંચાયતના ઉપપ્રમુખ સહિત બે ગામોના સરપંચો એ કોંગ્રેસના તમામ હોદા ઉપરથી રાજીનામા ફગાવી દીધા છે. ગઈકાલે તાલુકા પંચાયતના અમુક ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા હાય તેવા સમયે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે રહી ચુકેલા નસીમાબેન સુમરાએ પંચાયત પ્રમુખ મનમાની કરી રહ્યા છે. કોઈ કાર્યકરનું સાંભળતા નથી તેવા આક્ષેપ સાથે કોંગ્રેસના હોદાપરથી રાજીનામું ધરી દેતા કોંગ્રેસમા ભારે અફડાતફડી મચી જવા પામી છે.

જયારે નસીમાબેન સુમરાની તરફેણમાં પડવલા ગામના સરપંચ હવાબેન સુમરા તેમજ તાલુકા કોંગ્રેસના અગ્રણી સુમારભાઈ સુમરાએ પણ રાજીનામું ધરી દીધું હતુ.

ગતરાત્રે કાથરોટાના સરપંચ રામશીભાઈ વામરોટીએ પણ કોંગ્રેસના તમામ હોદા ઉપરથી રાજીનામું આપી પ્રદેશ કોંગ્રેસને જાણ કરી ૫૦૦ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસને રામરામ કરતા તાલુકા કોંગ્રેસમાં વળતા પાણી થતા ચૂંટણી સમયેજ કાર્યકરોમાં નારાજગી વ્યાપતા કોંગ્રેસ પક્ષને સહન કરવું પડશે.

હજુ વધુ રાજીનામા પડશે: સરપંચ રામશીભાઈ

Photogrid 1612984430890

ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યાના સીલસીલા બાદ કાથરોટાના સરપંચ રામશીભાઈ વામરોટીએ જણાવેલ કે કોંગ્રેસ પક્ષમાં કોઈ કાર્યકરોનો અવાજ કોઈ જવાબદાર વ્યકિત સંભાળવા તૈયાર નથી ત્યારે આવનારા દિવસોમાં હજુ કોંગ્રેસમાંથી વધુ રાજીનામા પડશે વધુમાંરામશી વામરોટીએ જણાવેલકે આગામી ચૂંટણીમાં છેલ્લા ૧૦ વર્ષથી તાલુકા પંચાયત કોંગ્રેસના કબ્જામાં હતી તે આવનારા દિવસોમાં કોંગ્રેસને તાલુકા પંચાયતમાં હાથ ધોવાનો વારો આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.