Abtak Media Google News

લાંબા સમય બાદ વિધાનસભા ચુંટણીનું મહેકમ વિખેરાયું: ગઈકાલે મોડીસાંજે બદલી ઓર્ડર કરાયા

છેલ્લા ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવા નાયબ મામલતદાર અને મહેસુલી કલાર્કની જિલ્લા કલેકટરે સામુહિક બદલીનો ગંજીપો અંતે ચીપ્યો હતો અને ૪૭ નાયબ મામલતદારો તેમજ ૨૦ કલાર્કોની આંતરીક બદલી કરવા હુકમ કરી વિધાનસભા ચૂંટણીનું મહેકમ વિખેરીયું હતું.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ વિધાનસભા સામાન્ય અનુલક્ષીને જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલી બદલીનું મહેકમ વિખેરી નાખી ગઈકાલે મોડી સાંજે ૪૭ નાયબ મામલતદારો અને ૨૦ કલાર્કોના આંતરિક બદલી અંગેના ઓર્ડર કર્યા હતા. જેમાં મોટાભાગના નાયબ મામલતદારો અને કલાર્કોને મુળ સ્થાને યથાવત રાખવામાં આવ્યા છે અને ૪ કારકુર્નોની પરસ્પર બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં આ બદલી ઓર્ડર અન્વયે કે.જી.સખીયાને પુરવઠા કચેરીમાં મુકવામાં આવ્યા છે. એ.એસ.દોશીને નાયબ મામલતદાર મહેસુલ રાજકોટ તાલુકા, વી.આર.શેઠને યુએલસી શાખા, બી.જે.નથવાણીને પ્રાંત કચેરી રાજકોટ શહેર-૨, આર.એસ.લાવડીયાને મુળ સ્થાને રાજકોટ પ્રાંત-૧ શીરસ્તેદાર, એમ.ડી.રાઠોડને શીરસ્તેદાર પ્રાંત કચેરી રાજકોટ ગ્રામ્યની મુળ જગ્યાએ, કે.આર.ગઢીયા મામલતદાર કચેરી પડધરીને નાયબ મામલતદાર મધ્યાહન યોજના પડધરી, આર.કે.વાછાણીને નાયબ મામલતદારને મામલતદાર કચેરી રાજકોટ પૂર્વ, બી.એફ.ચરાડવાની મતદારયાદી મામલતદાર કચેરી રાજકોટ પૂર્વ, બી.એમ.રાઠોડને મામલતદાર કચેરી રાજકોટ પૂર્વ, વી.વી.વસાણીને નાયબ મામલતદાર મહેસુલ શાખા કલેકટર કચેરી રાજકોટ, કોટડાસાંગાણીના એ.એમ.ગામેતીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી રાજકોટ, ડી.વી.મોરડીયાને પુરવઠા નાયબ મામલતદાર લોધિકા, વી.એલ.ધાનાણીને નાયબ મામલતદાર જસદણ, એસ.કે.ઉંધાડને મુળ જગ્યા વિંછીયા, એસ.આર.મણવરને ગોંડલ, પી.એમ.આચાર્યને જેતપુર, આર.જી.લુણાગરીયાને જામકંડોરણા, ડી.એસ.બરંડાને ધોરાજી, ડી.પી.બોરખતરીયાને ઉપલેટા, બી.બી.કાસુંદ્રાને નાયબ મામલતદાર બિનખેતી શાખા રાજકોટ, એચ.આર.સાંચલાને નાયબ મામલતદાર મહેસુલ અપીલ રાજકોટ, બી.પી.કવાડીયાને નાયબ મામલતદાર હિસાબી શાખા રાજકોટ નિમણુક આપવામાં આવી છે.

આ ઉપરાંત ગૌરાંગ ઓઝાને નાયબ મામલતદાર મહેકમનો મુળ હવાલો, એન.પી.અજમેરાને નાયબ મામલતદાર મેજીસ્ટ્રેરીયલ, એચ.જે.ગુજરવાડીયાને નાયબ મામલતદાર નાની બચત, જે.ડી.કોટકને પુરવઠા ઈન્સ્પેકટર કલેકટર કચેરી રાજકોટ, એસ.એન.સુચકને નાયબ મામલતદાર જિલ્લા આયોજન, જે.એલ.રાજાવાડાને મામલતદાર કચેરી મહેસુલ પડધરી, એફ.એ.યુસુફજાઈને સર્કલ ઓફિસર રાજકોટ પૂર્વ, પી.ડી.ચૌહાણને નાયબ મામલતદાર મતદારયાદી રાજકોટ શહેર પૂર્વ, જે.બી.ગઢવીને સર્કલ ઓફિસર પડધરી, એન.જે.ધ્રુવને હેડ કલાર્ક પુરવઠા, જે.બી.જાડેજાને નાયબ મામલતદાર આર.ઓ.શાખા સી.જી.પારખીયા નાયબ મામલતદાર કોટડા, એચ.પી.કોરાટને સર્કલ ઓફિસર ગોંડલ, ગોંડલના એમ.આર.જોશીને નાયબ મામલતદાર જામકંડોરણા, એન.એચ.મહેતા ગોંડલને સર્કલ ઓફિસર જેતપુર, એમ.જી.ટીંબડીયા જનરલ ઓફિસર રાજકોટને સર્કલ ઓફિસર રાજકોટ પશ્ર્ચિમ, એમ.ડી.ડઢાણીયા જિલ્લા આયોજન રાજકોટને ઝોનલ ઓફિસર રાજકોટ-૨, એચ.પી.જોશીને નાયબ મામલતાદર એલએલસી, એચ.ડી.રૈયાણીને શીરસ્તદાર પ્રાંત જી.એચ.‚પાપરાને પ્રાંત કચેરી રાજકોટ-૧, પી.એસ.પડીયાને એલએસજીકલેકટર કચેરી રાજકોટ, એમ.યુ.ઓઝાને નાયબ મામલતદાર રાજકોટ પશ્ર્ચિમ, એ.એમ.ટીલાળાને નાયબ મામલતદાર મહેસુલ રાજકોટ દક્ષિણ અને વાય.ડી.સોનપાલને નાયબ મામલતદાર મતદાર યાદી પશ્ર્ચિમમાં મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.