Abtak Media Google News

વિવિધ બેંકોમાંથી ધિરાણ મેળવ્યા બાદ હપ્તા ભરપાઈ નહીં કરતા બાકીદારોની તારણમાં મુકેલી મિલકતો જપ્ત કરવાની કલેકટર સમક્ષ કરાયેલ દરખાસ્ત મંજૂર

રાજકોટ શહેર-જિલ્લામાં વિવિધ બેંકોમાંથી ધિરાણ મેળવ્યા બાદ નિયત સમય-મર્યાદામાં બેંકોમાં હપ્તા નહીં ભરતા ૧૮ જેટલા આસામીઓએ તારણમાં મુકેલી રૂ.૧૨૦ કરોડથી વધુ કિંમતની મિલકતો જપ્ત કરવાનો આદેશ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ આપ્યો છે. આ હુકમથી ચકચાર મચ્યો છે.ધી સિકયુરીટાઈઝેશન એન્ડ રીક્ધટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરીટી ઈન્ડસ્ટ્રી એકટ ૨૦૦૨ની કલમ (૧૪) હેઠળ બાકીદારોએ બેંકમાંથી લોન લીધેલી હોય અને બેંકને તે લોન પરત કરવામાં નિષ્ફળ જાય ત્યારે બાકીદારોની સિકયોર્ડ એસેટસનો કબ્જો સિકયોર્ડ ક્રેડીટર એટલે કે બેંકને આપવાનો રહે છે. આ બાબતમાં મેજીસ્ટ્રેટ ડો.વિક્રાંત પાંડેએ બેંકોની ૧૮ જેટલા દરખાસ્તોમાં બાકીદારોની મિલકતોનો કબ્જો બેંકને અપાવવા સંબંધીત મામલતદારોને અધિકૃત કરતા હુકમો કરેલ છે. જેમાં ૧૨૦ કરોડ ૨૩ લાખ ૩૩ હજાર રૂપિયાની વસુલાત કરવા માટે લોન ભરપાઈ ન કરતી પેઢીઓની સ્થાવર અને જંગમ મિલકતો કે જે બેંકમાં તારણમાં મુકવામાં આવેલ હોય તેવી મિલકતોનો કબ્જો બેંકોને અપાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.વિક્રાંત પાંડેએ આદેશ કર્યો છે.બેંક ઓફ બરોડાને મે.હિના ટ્રેડર્સની ૬૮,૦૪,૫૬૮ની મિલકત, બેંક ઓફ ઈન્ડિયાને રામેશ્ર્વર કોટન મિલ જસદણની ૭,૭૦,૩૭,૨૨૬ની મિલકત, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાને ગૌતમ મગનભાઈ સોરઠીયાની ૭,૫૫,૭૬૭ની મિલકત, ગૃહ ફાયનાન્સ લી.ને શ્રી પ્રસાદ દિનકરરાય વ્યાસની ૬,૪૧,૨૨૬ની મિલકત, હાઉસીંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશનને જગદીશચંદ્ર લલીતચંદ્ર પંડયાની ૧૬,૮૦,૬૧૯ની મિલકત, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાને નૈસાદ અલી કાદર અલી મંડલની ૮,૮૦,૮૫૧ની મિલકત, રાજકોટ નાગરિક સહકારી બેંક લી.ને વાલજીભાઈ મેપાભાઈ ખાગલીયાની ૪,૭૬,૩૭૨ની મિલકત, ગૃહ ફાયનાન્સ લી.ને નિતીન વ્રજલાલભાઈ બેલડીયાની ૨૬,૪૬,૮૮૧ની મિલકત, યુનિયન બેંક ઓફ ઈન્ડીયાની રાકેશ મગનલાલ ઘઘડાની ૧૪,૪૩,૯૦૯ની મિલકત, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાને ભૂમિ જીનીંગ એન્ડ પ્રોસીંગ પ્રા.લી. ૧૨,૫૨,૭૩,૧૬૦ની મિલકત, દિવાન હાઉસીંગ ફાયનાન્સ કોર્પો.લી.ને વિવાશ્ર્વા ઈન્ડસ્ટ્રીઝ તથા સ્ટાલીયન એનર્જી પ્રા.લી.ની ૧૨,૨૦,૩૩,૯૫૧ની મિલકત, ચોલા મંડલમ ઈન્વેસ્ટમેન્ટ ફાયનાન્સને ધવલ અનિલભાઈ કારીયાની ૧,૬૯,૬૬,૬૪૭ની મિલકત, બેંક ઓફ બરોડાને એલ.કે.એગ્રો તથા કેશુભાઈ મશરીભાઈ ગોરસીયાની ૮૧,૮૩,૩૯૧ની મિલકત, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાને મહેશ એગ્રી એકજીમ પ્રા.લી.ની ૨૧,૬૩,૬૩,૯૧૯ની મિલકત, કોટક મહિન્દ્રા બેંક લી.ને દામજીભાઈ બાવાભાઈ સોનાગ્રાની ૪,૦૮,૩૪૧ની મિલકત, દેનાબેંક ઢેબર રોડને કોટ સ્પીન પ્રા.લી.ને અંકિત સુરેશકુમાર લોટીયા તથા અન્ય પાંચની ૨૦,૯૬,૪૭,૦૨૨ની મિલકત, કોટક મહિન્દ્રા બેંક લી.ને મે.ચેમ્પીયન્સ એગ્રો લી.ની ૭,૪૪,૯૭,૧૭૪ની મિલકત તથા દેનાબેંક પરાબજાર શાખાને મેં.શિવ કોટન જીન પ્રા.લી. ભરત વૃજલાલ સેલાણી તથા અન્ય ૪ની ૩૩,૬૫,૮૨,૭૨૮ની મિલકતો જપ્ત કરવા આદેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.