Abtak Media Google News

ધાર્મિક ન્યુઝ

21 દિવસ અન્નપૂર્ણાના વ્રતના માગસર શુદ છઠ્ઠ તા.18ને સોમવારેથી એટલે કે આજથી માં અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે . માગસર સુદ છઠ્ઠના દિવસથી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થશે. 21 દિવસનું આ વ્રત કરવાથી રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં અન્નના ભંડાર ભરપૂર મ રહે છે તેમજ આરોગ્ય પણ સારું રહે છે.

’ આ વ્રત સ્ત્રી પુરુષ બંને કરી શકે છે. વ્રત કઈ રીતના કરવું સોમવારે વહેલા ઉઠીને નિત્યકર્મ કરી, વ્રતધારકે સુતરનો 21 તારનો દારો બનાવવો તેમાં 21 ગાંઠો વાળવી, આ દોરો બનાવતી સતત શ્રી અન્નપૂર્ણાય નમ : ના જાપ બોલતા રહેવા. ત્યારબાદ આ દોરો જમણા હાથ પર અથવા ગળામાં ધારણ કરવો. 21 દિવસ સુધી ઉપવાસ કે એકટાણું રહેવું . લસણ – ડુંગળીનો ત્યાગ કરવો. શ્રી અત્રપૂર્ણા માતાજીની છબી સામે દરરોજ ધૂપ – દીવા કરીને ખરા હૃદયથી પૂજા કરવી . વ્રત પુરા થયા બાદ 21 માં દિવસે બ્રાહ્મણોને સજોડે ભોજન કરાવવું ત્યારબાદ આ દોરો વહેતા પાણીમાં પધરાવી દેવો . આ વ્રત પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષ કરી શકાય .

માતા અન્નપૂર્ણા એટલે સર્વજીવ પ્રાણી માત્રનું ભરણપોષણ કરનારી શક્તિ . જયારે જયારે દુષ્કાળ પડે છે ત્યારેમા અન્નપૂર્ણા દેવને સહાય કરે છે. મહાદેવજી ભિક્ષા માંગી જીવન વ્યતીત કરી રહ્યાં હતા. ત્યારે તેમની સાથે ઉમાદેવી અન્નપૂર્ણા બન્યા લગ્નગ્રંથીથી જોડાયા અને શિવજીએ ભિક્ષા માંગવાનું બંધ કરી દીધું એવી એક લોકવાયકા છે વ્રત ના નિયમો.

પુર્ણાહુતી. : –

મા અન્નપૂર્ણાના વ્રતના નિયમો અનુસાર માતાજીના વ્રતની કથા 21 દિવસ દરરોજ વાંચવી. શાંત ચિત્ત રાખવું. હિંસા કરવી નહિ. લસણ ડુંગળીનો ઉપયોગ ન કરવો. કોઈનું અપમાન ન કરવું, અપશબ્દો ન કહેવા . – પવિત્રતાનું પાલન કરવું. વ્રતની ઉજવણીમાં બાળકો

બ્રાહ્મણોને જમાડવા

પંચાંગ પ્રમાણે તા .18.12.23ને સોમવારે વ્રતની શરૂઆત થશે તથા પૂર્ણાહુતિ માગસર વદ અગિયારસ ના તા.7.1.24ને રવિવારે થશે.

જ્યોતિષી રાજદીપ જોશી (વેદાંત રત્ન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.