Abtak Media Google News

લોધીકા તાલુકા ના 38 ગામોની અંદર કોરોના-19 ની કામગીરી ની કમિટી બનાવવામાં માટે ગ્રામપંચાયત ને જાણ કરવામાં આવેલ જેના અનુસંધાને 25 ગામોની અંદર કમિટી બની ગયેલ છે બાકી ના ગામોમાં કામગીરી ચાલુ છે આ કમિટીની અંદર ગામ ના સરપંચ  આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર સરકારી શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણ સસ્તા અનાજની દુકાના પરવાનેદારો

Advertisement

સહકારી મંડળીના પ્રમુખ તલાટી મંત્રી દુધ મંડળીના પ્રમુખ જીલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય ગ્રામરક્ષક દળના જવાનો હોમગાડેના જવાનો આંગણવાડી કાર્યકર હેલ્થવકેસ  આશાવકેશ આરોગ્ય વિભાગ ના કમેચારીઓ તેમજ ગામના આગેવાનો વિગેરે ની કોરોની કામગીરી માટે કમિટી બનાવવામાં આવી છે.

જરૂરીયાત મુજબ કમિટીના સભ્યોને કામગીરી સોંપવામાં આવેલછે અને આ કામગીરી ની સમિક્ષા સમય અનંતરે કરવામાં આવશે  તેમજ તાલુકા ના કોઈ પણ ગામની અંદર કોરોના પોઝિટિવ દર્દીને હોમ આઇશોલેશન ની ધર પર સુવિધા ન હોય તેમ ના માટે બેડની સુવિધા મેટોડા ગામ ની પ્રાથમિક શાળા તેમજ ઠોલરાગામે પ્રાઇવેટ જગ્યા ઉપર બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને તાલુકાના બીજા ગામોમાં આ હોમ આઇશોલેશન કોરોના બેડની સુવિધા ઉપલબ્ધ કરાવની કામગીરી જરૂરીયાત મુજબ કરવામાં આવશે તેમ લોધિકા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.