Abtak Media Google News

ટાઈટલ સ્પોન્સર તરીકે રણજીત ફેઈટ કોર્પોરેશન અને મેઈન સ્પોન્સર તરીકે રિલાયન્સ ઈન્ડ.લી. આગળ

જામનગર હાફ મેરેથોન-૨૦૧૮ અંતર્ગત જામનગરમાં ચાલતા સ્વચ્છતા અને રમત-ગમતના કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સહભાગી બનતી કંપનીઓ

ક્લિન એન્ડ ગ્રીન જામનગરની થીમ ઉપર યોજાનાર વિશ્ર્વકક્ષાની સ્પર્ધા થકી જામનગરને વિશ્ર્વસ્તરે ઝળકાવનાર તેમજ પર્યાવરણ  પ્રત્યે લોકોમાં જાગરૂકતા લાવનાર અને બાળકોમાં રમત-ગમતને પ્રોત્સાહન આપનાર આયોજનને વધુ પ્રોત્સાહન આપવા ટાઇટલ સ્પોન્સર તરીકે રણજીત ફ્રેઇટ કોર્પોરેશન (RFC) , મેઇન સ્પોન્સર તરીકે રિલાયન્સ ઇન્ડ.લી.(RIL) આગળ આવી

જામનગર : સદ્દભાવના ગ્રુપ-જામનગર અને ફીઝીકલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (પેફી) દ્વારા તેમજ ધર્મરાજસિંહ જાડેજા રાજય)ના નેજા હેઠળ જામનગરમાં આગામી તા.૨૫-૨-૨૦૧૮ને રવિવારના રોજ સવારે ૬.૦૦ કલાકે ક્લિન એન્ડ ગ્રીન જામનગરની થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જામનગર હાફ મેરેથોન-૨૦૧૮નું મેગા આયોજન કરવામાં આવેલ છે.

જામનગર શહેરમાં યોજાનાર વિશ્ર્વકક્ષાની સ્પર્ધા જામનગર હાફ મેરેથોન-૨૦૧૮ના ટાઇટલ સ્પોન્સર તરીકે જામનગરના  રણજીત ફ્રેઇટ કોર્પોરેશન જોડાયું છે, તો મેઇન સ્પોન્સર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી. જોડાઇ છે.

રણજીત ફ્રેઇટ કોર્પોરેશન (RFC) (ટાટઇલ સ્પોન્સર) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લીમીટેડ (RIL) (મેઇન સ્પોન્સર) દ્વારા જામનગર શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા આવે જામનગર સ્વચ્છ, સુઘડ અને હરિયાળુ બને તેવા આયોજનોને પ્રોત્સાહન આપવા આગળ આવી જામનગર હાફ મેરેથોન-૨૦૧૮માં સહભાગી બન્યું છે ખાસ કરીને આજના બાળકો કે જેઓ અને મોબાઇલમાં રસ લેતા હોય છે તેમનામાં ખેલકૂદ અને આઉટડોર ગેમ્સ પર પ્રત્યે વધુ રૂચી આવે અને રમત-ગમતમાં વધુ રસ દાખવે તેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા પણ ઉપરોકત્ત કંપનીઓ સહભાગી બની છે.

ઉપરોકત્ત મેગા ઇવેન્ટ અંતર્ગત છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી જામનગર શહેરમાં ચાલી રહેલા પર્યાવરણલક્ષી કાર્યક્રમો, જામનગરને સ્વચ્છ બનાવવાના હેતુસર હાથ ધરાયેલ સ્વચ્છતા અભિયાન તેમજ રમત-ગમતના કાર્યક્રમોને વધુ પ્રોત્સાહન મળે  તેમજ જામનગર શહરેનું નામ વિશ્ર્વકક્ષાએ વધુમાં વધુ ઝળહળે તેવા ઉમદા આશય સાથે હાથ ધરાયેલ જામનગર હાફ મેરેથોન-૨૦૧૮ જેવા મહત્વાકાંક્ષી આયોજનને વધુમાં વધુ પ્રોસ્તાહન મળે તે માટે ટાઇટલ સ્પોન્સર તરીકે રણજીત ફ્રેઇટ કોર્પોરેશન (RFC) અને મેઇન સ્પોન્સર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ (RIL) તેમજ કો-સ્પોન્સર તરીકે એસ્સાર, ડ્રીમ ડેકોર ફર્નીચર અને યશ મોબાઇલ પણ જોડાયું છે.

આગામી તા.૨૫મીએ યોજાનાર જામનગર હાફ મેરેથોન-૨૦૧૮માં બહોળી સંખ્યામાં દોડવીરો ઉત્સાહભેર ભાગ લેવાના હોય અને આ વિશ્ર્વસ્તરના આયોજનમાં મોટી સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહી તેનો લ્હાવો લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.