Abtak Media Google News

સરકાર હાલ કૃષિ ક્ષેત્રને વિકસિત કરવા માટે અનેકવિધ પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે હજુ સુધી કૃષિને ઉધોગનો દરજજો મળ્યો ન હતો પરંતુ હવે કૃષિને ઉધોગનો દરજજો મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ખેતી ક્ષેત્રનાં વિકાસ માટે એનસીડીએકસ ખુબ જ સારી રીતે કાર્ય કરી રહી છે ત્યારે હવે ભારતનાં અગ્રણી કૃષિ કોમોડીટી એકસચેન્જ એનસીડીએકસે એનસીડીએકસ ઈન્વેસ્ટર પ્રોટેકશન ફંડની સ્થાપના કરી છે આ ફંડનો હેતુ એ છે કે, જયારે કોઈ રોકાણકાર ડિફોલ્ટ થાય ત્યારે તે રોકાણકારની અસ્યાકમતો જો તેની સામે લેણી નીકળતી હોય અને કલેઈમ કરાયેલી રકમ કરતા ઓછી હોય તો લેણી રકમનાં કલેઈમ કરનારાઓને સંતુષ્ટજનક ચુકવણી કરી શકાય તે જોવાનો હકક ઈન્વેસ્ટર એજયુકેશનનો તથા તેની જાણકારી અને સંશોધન તથા તાલીમનો છે. આ ફંડનો વહિવટ કરવા માટે કંપનીએ એક રજીસ્ટર્ડ ટ્રસ્ટની સ્થાપના કરી છે. જયારે ડિફોલ્ટર મેમ્બરનું ફંડ ઘટે ત્યારે ઈન્વેસ્ટર પ્રોટેકશન ફંડ ટ્રસ્ટ કમિટીની ભલામણોનાં આધારે વળતર ચુકવવામાં આવે છે.

Advertisement

એનસીડીએકસ ઈન્વેસ્ટર પ્રોટેકશન ફંડ મારફતે રોકાણકારોને મળવાપાત્ર થતી મહતમ રકમ હવે એકસચેન્જનાં ટ્રસ્ટ દ્વારા અગાઉ જે અઢી લાખ રૂ પિયાની મર્યાદા હતી તેને વધારી ૫ લાખ રૂ પિયા કરવાનો નિર્ણય લીધેલો છે જે ગત ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૦થી અમલમાં મુકવામાં આવી છે. મુદતનો આ વધારો એવા કલેઈમને લાગુ પડશે જેની ચુકવણી ટ્રસ્ટનાં નાણામાંથી જ થવાની હોય અને આ સેટલમેન્ટ એવા લોકોને મળશે જેમની અરજી ચુકવણીની મુદત વધાર્યા બાદ એટલે કે ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૦ બાદ થઈ હશે. અરજદારને મહતમ રકમ તેને કરેલી અરજીની ખરી રકમ અથવા તો ૫ લાખ રૂ પિયા બંનેમાંથી જે ઓછુ હશે તે ચુકવવામાં આવશે.

એનસીડીએકસ વિશે જો માહિતી એકત્રિત કરવામાં આવે તો એનસીડીએકસ ઓનલાઈન એકસચેન્જ માધ્યમ છે જેમાં ગ્રાહકોએ પુરો વિશ્ર્વાસ મુકયો છે તે કૃષિ, ધાતુઓ અને કિંમતી ધાતુઓમાં બેંચ માર્ક ઉત્પાદનોની વિશાળ શ્રેણી આપે છે. એનસીડીએકસ તેના ઈલેકટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા ખરીદદારો અને વેચાણ કર્તાઓને સાથે લાવે છે. બહોળા પ્રમાણમાં શેર હોલ્ડીંગ સાથે તે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ દ્વારા પ્રમોટ કરાયેલા દેશમાં એકમાત્ર વિનિમય હોવાનો ગૌરવ પણ પ્રાપ્ત કર્યો છે.

એનસીડીએકસનાં સંસ્થાકિય પ્રમોટર, શેર હોલ્ડરો પોત-પોતાના ક્ષેત્રનાં અગ્રીમ ખેલાડીઓ છે અને તેમની સાથે સંસ્થાકિય મકાનનો અનુભવ, વિશ્ર્વાસ, દેશવ્યાપી પહોચ, ટેકનીક અને જોખમ સંચાલનમાં કુશળતા લાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.