Abtak Media Google News

ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

દેશને આઝાદી મળી તે સમયે ભારત વર્ષમાં ૫૬૨ રજવાડાઓ અસ્તિત્વમાં હતા. લોકશાહીના અમલીકરણ માટે આ રજવાડાનું વિલીનીકરણ કરવું ખુબ જ જરૂ રી હતું. આ સમયે સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા રજવાડાના એકીકરણ માટેના પ્રયાસના ભાગરૂ પે સર્વપ્રથમ પ્રજાવત્સલ રાજવી નેકનામદાર કૃષ્ણકુમારસિંહજી ઓફ ભાવનગરને મળ્યા. ભારતની એકતા અને અખંડિતતા માટે થઇને હસતા મોઢે વિના કોઇ સંકોચે સૌ પ્રથમ પહેલ કરી પોતાનું રાજય ભાવનગર સ્ટેટ અર્પણ કર્યુ. ત્યાગ અને બલિદાનની ઉત્કૃષ્ટ અને ઉમદા ભાવના સાથે રાષ્ટ્રહિત સર્વોપરી માન્યું. આ બાબત સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવરૂ પ ગણી શકાય. આ પહેલા કર્યા બાદ અન્ય રાજવીઓએ પે્રેરણા લઇને પોતાના રાજયો સહર્ષ અપર્ણ કરી દીધા. સમગ્ર રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાઇ તે એક માત્ર કારણ રાષ્ટ્ર ભાવનાથી વિશેષ કઇ પણ હોય ના શકે એ પ્રકારે વળતી કોઇપણ માંગણી અપેક્ષા કે શરત વિના પોતાના સમગ્ર સત્તા સંપતિ રાજા તરીકેના અધિકારો અર્પણ કર્યા. જેથી પ્રજાવત્સલ રાજવી નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી ઓફ ભાવનગરને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડથી ૭૪માં સ્વતંત્રતા દિવસ પર સન્માનીત કરવામાં આવે તેવી માંગણી ક્ષત્રિય રાજ ફાઉન્ડેશનના પ્રમુખ ક્રિપાલસિંહ રાણા, પૃથ્વીરાજસિંહ જેઠવા (ઉપપ્રમુખ) અને શકિતસિંહ વાઘેલા દ્વારા થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.