Abtak Media Google News

સંક્રમણ અટકાવવા માનવજાતને જાગૃત બનવુ પડશે: જયેશ ઉપાધ્યાય

હાલ કોરોનાની ગંભીર મહામારી વચ્ચે રાજકોટના કોરોના વોરીયર્સ અને બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ તેમજ ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કોરોના અટકાવવા માટે સઘન અભિયાનના ભાગરૂપે શહેરમાં વિવિધ વસ્તુનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું.

Tfg

કોરોનાથી લોકોનો બચાવ થાય અને કોરોનાની સામે રક્ષણ આપતી વિવિધ ચીજ વસ્તુઓ લોકોને રાહત દરે આપવામાં આવે તો આ વસ્તુનો ઉપયોગ કરી લોકો મહદઅંશે કોરોનાથી સંક્રમિત ન બને તે માટે  રાજકોટ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને કોરોના વોરિયર્સ જયેશભાઈ ઉપાધ્યાય અને સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટાના સંયુકત ઉપક્રમે શહેરમાં બ્રહ્મ સમાજ ભવનમાં કોરોના સામે રક્ષણ આપતા સ્ટીમ મશીન, સેનીટાઈઝર, માસ્ક તેમજ વિવિધ વનસ્પતીમાંથી બનેલ ધુપ, અગરબતી, લોબાન સહિત વસ્તુનું રાહતદરે વિતરણ કરવા બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

Ftgyh

આ તકે લેઉવા પટેલ સમાજના પ્રમુખ છગનભાઈ સોજીત્રા, રજપુત સમાજના પ્રમુખ રણુભા જાડેજા, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, કારોબારી સમિતિના ચેરમેન હરસુખભાઈ સોજીત્રા, શાંતી સમાજના પ્રમુખ સુનિલભાઈ ધોળકિયા, પૂર્વ નગરપતિ રાણીબેન ચંદ્રવાડિયા, સેવાભાવી દંપતી જીજ્ઞાબેન અને જીજ્ઞેશભાઈ વ્યાસ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભરતભાઈ રાણપરીયા, નિશીથ વ્યાસ, ચીફ ઓફિસર દવે, જૈન જાગૃતિ મંડળના અશોકભાઈ શેઠ સહિત વિવિધ સમાજના શ્રેષ્ઠીઓએ હાજર રહી આ કાર્યને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાય અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રદિપભાઈ જોષીની આગેવાની નીચે બ્રહ્મ સમાજના દિલીપભાઈ જોષી, ગૌતમભાઈ વ્યાસ, નવનીતભાઈ પંડયા, ચંદુભાઈ વ્યાસ, કમલેશભાઈ વ્યાસ સહિત બ્રહ્મ સમાજના ભાઈઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.