Abtak Media Google News
  • ભારતના રોજગારીનું સર્જન કરવા નીતિ આયોગ લાવી રહ્યું છે નવી પોલિસી
  • રોજગારોને સમયની માંગ પ્રમાણે ટેકનોલોજી આધારિત નોકરીમાં સ્વીફ્ટ કરવા કવાયત : નવી 10 લાખ રોજગારીનું સર્જન કરવાનો પણ લક્ષ્યાંક
રોજગારીની તકો ઊભી કરવાના ઉદ્દેશ્ય સાથે નીતિ આયોગ ખાસ પોલિસી ટૂંક સમયમાં લઈને આવી રહ્યું છે. જેમાં ખાસ તો શ્રમ દળમાં મહિલાઓની ભાગીદારી વધારવા ઉપરાંત ગિગ વર્કરો એટલે જે જે લોકોની રોજગારી માત્ર અમુક પ્રોજેક્ટ પૂરતી જ સીમિત હોય તેવા વર્કરો માટે પોલિસી બનાવવામાં આવનાર છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે નીતિ આયોગે દેશમાં રોજગાર સર્જનને વેગ આપવા માટે બહુપક્ષીય અભિગમ અપનાવ્યો છે.  કમિશન આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા એટલે કે આઈએલઓ સાથે  કામ કરી રહ્યું છે.”ભારતે રોજગાર સર્જનને વેગ આપવાની જરૂર છે. જ્યારે દર વર્ષે લાખો યુવાનો વર્કફોર્સમાં ઉમેરવામાં આવે છે, ત્યારે ઘણા લાખોએ તેમની નોકરી ગુમાવી પડે છે,” અધિકારીએ કહ્યું, તેથી ચોક્કસ વિભાગો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.  અધિકારીના જણાવ્યા અનુસાર, બે-ત્રણ મહિનામાં નીતિ આયોગનો આગામી રોડમેપ જાહેર કરવામાં આવી શકે છે, ત્યારબાદ શ્રમ મંત્રાલય જ્યાં પણ શક્ય હોય ત્યાં સૂચનો અમલમાં મૂકશે તેવી અપેક્ષા રાખવામાં આવશે.
 આઈએલઓ અનુસાર, વર્તમાન સમયમાં બાળ સંભાળ અને વૃદ્ધોની સંભાળ એટલે કે કેર ટેકરની માંગ વધી રહી હોવાથી કેર અર્થતંત્ર વધી રહ્યું છે.  “આ રીતે આવનારા વર્ષોમાં મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન કરશે. કમિશને ગયા અઠવાડિયે ભારતમાં કેર અર્થતંત્રના વ્યાપક રૂપરેખાને આખરી રૂપ આપવા તેમજ તેની સંભવિતતાને સમજવા અને તેને સંપૂર્ણ ઉદ્યોગ તરીકે વિકસાવવા કે કેમ તે નક્કી કરવા માટે આઈએલઓ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
વધુમાં એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે  નજીકના ભવિષ્યમાં લગભગ 2.4 કરોડ નોકરીઓ ટેક્નોલોજી આધારિત ગીગ પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ શકે છે, ત્યારે આગામી બે-ત્રણ વર્ષમાં નોકરીદાતાઓ અને કામદારોની જરૂરિયાતોને સંરેખિત કરીને વધુ 10 લાખ નવી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. .ઇન્ડસ્ટ્રી બોડી એસોચેમ અનુસાર, ભારતમાં હાલમાં અંદાજિત 15 લાખ ફ્રીલાન્સ અથવા ગીગ વર્કર્સ છે.
વધુમાં, કમિશનનું એ પણ માનવું છે કે તમામ પ્રયાસો અને નીતિગત સમર્થન હોવા છતાં, મહિલા શ્રમ દળની ભાગીદારી એફવાય 15માં માત્ર 22.8% હતી, જે એફ વાય19માં ઘટીને 18.6% અને એફવાય 18માં 17.5% થઈ હતી.
દેશમાં એપ્રિલ માસમાં રેકોર્ડબ્રેક 88 લાખ રોજગારીનું સર્જન
ભારતમાં એપ્રિલ મહિનામાં 88 લાખ લોકોને નોકરી મળી છે.  સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર આ વાત સામે આવી છે. સીએમઇઆઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ મહેશ વ્યાસે જણાવ્યું હતું કે ભારતનું શ્રમબળ એપ્રિલમાં 88 લાખથી વધીને 43 કરોડ થયું છે, જે રોગચાળાની શરૂઆત પછીનો સૌથી મોટો માસિક વધારો છે.
માર્ચમાં દેશનું લેબર માર્કેટ 42.84 કરોડનું હતું.  ડેટા અનુસાર, 2021-22માં દેશના શ્રમ દળમાં સરેરાશ માસિક વધારો 2 લાખનો હતો.  અહેવાલમાં જણાવાયું છે કે શ્રમ દળની સહભાગિતામાં 88 લાખનો વધારો ત્યારે જ શક્ય છે જ્યારે કેટલાક કાર્યકારી વયના લોકો જેઓ નોકરીમાંથી બહાર હતા તેઓ એપ્રિલમાં કાર્યકારી સૂચિમાં જોડાયા હતા.  આનું કારણ એ છે કે કાર્યકારી વયની વસ્તી દર મહિને 20 લાખથી વધુ વધી શકતી નથી અને વધુ વધારાનો અર્થ એ થાય છે કે જેઓ નોકરીમાંથી બહાર હતા તેઓ નોકરીમાં પાછા ફર્યા છે.
હકીકતમાં, એ નોંધવું યોગ્ય છે કે એપ્રિલમાં 88 લાખનો વધારો છેલ્લા ત્રણ મહિનામાં 1.20 કરોડના ઘટાડા પછી આવ્યો છે.  વ્યાસે જણાવ્યું હતું કે શ્રમ બજાર ગતિશીલ છે કારણ કે કાર્યબળ ચોક્કસ સમયે માંગ પર આધાર રાખે છે.  એપ્રિલમાં રોજગારમાં વધારો ઉદ્યોગ અને સેવાઓમાં હતો.  માહિતી અનુસાર, ઉદ્યોગે 55 લાખ નોકરીઓ અને સેવાઓ ઉમેર્યા અને 67 લાખ નોકરીઓ ઉમેરી.  ઉત્પાદન ક્ષેત્રે 30 લાખ નોકરીઓનું સર્જન કર્યું, જ્યારે બાંધકામે લગભગ 40 લાખ તકો ઉમેરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.