Abtak Media Google News

આજે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની CECની બેઠક મળશે. આ બેઠકમાં કોંગ્રેસ 13થી 15 નામ અંગે જાહેરાત કરી શકે છે. જેમાં પાટણ બેઠક પર જગદીશ ઠાકોરનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે.

તો મહેસાણા બેઠક પર એ.જે. પટેલ, સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણા, રાજકોટ બેઠક પર લલિત કગથરા, પોરબંદર બેઠક પર લલિત વસોયા, જામનગર બેઠક પર વિક્રમ માડમનું નામ માનવામાં આવી રહ્યું છે.

જ્યારે અમરેલીથી જે.વી. કાકડિયા, પંચમહાલથી વી.કે. ખાંટ, દાહોદથી ભાવેશ કટારા અથવા બાબુ કટારા ઉપરાંત બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરી અને સુરત બેઠક પર અસકો અધેવાડાનું નામ લગભગ નક્કી છે. જ્યારે વલસાડ બેઠક પર જીતુ ચૌધરી લોકસભા ચૂંટણી લડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.