Abtak Media Google News

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ: પક્ષો વચ્ચે આક્ષેપબાજીઓની શરૂઆત

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે લાંબો સમય બાકી ન હોવાી રાજકીય પક્ષોએ મત બેંક ઉપર ભાર મુકવાનું શ‚ કર્યું છે જેમાં ગુજરાતના સૌી મોટા બે પક્ષો ભાજપ અને કોંગ્રેસે ખેડૂતો ઉપર ધ્યાન આપવાનું શ‚ કર્યું છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોના દેણા માફીની જાહેરાત પણ કરવાના છે તેવું ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.બીજી તરફ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂતોને માત્ર લલચાવી રહી છે. આ ઉપરાંત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામતનો મુદ્દો પણ સમાવવામાં આવશે. વિધાનસભા ચૂંટણીની અસર શ‚ ઈ હોય તેમ તમામ પક્ષો એકબીજા ઉપર આક્ષેપબાજીઓની પણ શ‚આત કરી દીધી છે ત્યારે લોકોને મત માટે આકર્ષવા વિવિધ જાહેરાતોની પણ ટૂંક સમયમાં જ શ‚આત કરશે જેમાં સૌી વધુ ખેડૂતોને સંબંધીત પ્રશ્ર્નોનો સમાવેશ કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા છે.એક તરફ કોંગ્રેસે ખેડૂતોના દેણા માફીની જાહેરાતને ચૂંટણી ઢંઢેરામાં સમાવવાની તૈયારી કરી છે તો બીજી તરફ ભાજપે આક્ષેપો કર્યા છે કે, કોંગ્રેસે ખેડૂતો સો છેતરપિંડી આચરી છે અને ખેડૂતો સંબંધીત યોજનાઓમાં ભ્રષ્ટાચારો પણ કર્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.