Abtak Media Google News

ભાજપના ઉમેદવાર ચિરાગભાઈ દેસાઈએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા બિનહરીફ જાહેર

રાજ્યની 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય પંચાયત અને પાલિકાની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તે વાત પરથી આજે સાંજે પડદો ઉંચકાઈ જશે અને જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ જશે. કેટલીક પંચાયત અને પાલિકાઓમાં કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા ન હોય મતદાન પૂર્વે જ ભાજપ 36 જેટલી બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. તો આ સ્થાનિક સ્વરાજની ચુંટણીમા કોંગ્રેસને ધોરાજીમાં પ્રથમ બિનહરીફ સફળતા મળી છે. ઝાંઝમેર સીટ પર પંજાએ બાજી મારી છે.

ધોરાજી તાલુકા પંચાયતની ઝાંઝમેર સીટના ભાજપના ઉમેદવાર ચિરાગભાઈ દેસાઈએ પોતાનું ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા બિનહરીફ જાહેર થયા છે. આજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય, અને અત્યારસુધીમાં કોંગ્રેસને પ્રથમ બિનહરીફ બેઠક મળતા કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ છે. તો, ભાજપમાં રાજકીય ગરમાવો જોવાં મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.