Abtak Media Google News

નિરીક્ષકોએ જસદણ, વિંછીયા, પડધરી, ઉપલેટા અને ધોરાજી તાલુકાના કોંગી અગ્રણીઓના મંતવ્યો લીધા

આજરોજ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે સેન્સ લેવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના નિરીક્ષક જવાહર ચાવડા અને વિનુભાઈ અમીપરાએ જસદણ, વિંછીયા, પડધરી, ઉપલેટા, ધોરાજી તાલુકાના કોંગી અગ્રણીઓના મંતવ્યો સાંભળ્યા હતા.

Advertisement

રાજકોટ જિલ્લાની કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતોનાં પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ ૨૧ જુનના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખ નીમવા કોંગ્રેસના નિરીક્ષકોએ સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથધરી હતી.

કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખો નકકી કરવા માટે આજે સવારથી સર્કિટ હાઉસ ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા શ‚ થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ નિરીક્ષક જવાહર ચાવડા અને વિનુભાઈ અમીપરાએ સેન્સની પ્રક્રિયા હાથધરી હતી. આજે તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખપદ માટેનો અહેવાલ નિરીક્ષકો મેળવશે. બાદમાં પ્રદેશ કોંગ્રેસને આ અહેવાલ મોકલવામાં આવશે. ત્યારબાદ તા.૨૦નાં રોજ ચુંટણીના દિવસે નવા પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.