Abtak Media Google News

એસસી, એસટીને વસતીના ધોરણે થતી બજેટની જોગવાઈઓના વિરુધ્ધમાં કોંગ્રેસ દ્વારા યોજાનારા આંદોલનને વખોડી કાઢતા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ

ગુજરાતની અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિની વસ્તીના ધોરણે તી બજેટની જોગવાઈઓના વિરુધ્ધમાં આગામી દિવસોમાં કોંગ્રેસ આંદોલન કરવા જઈ રહી છે. તેવા સમાચારો પ્રાપ્ત થાયા છે, જેને અમો વખોડી કાઢીએ છીએ અને કોંગ્રેસની સાચી સ્થિતિનું નિરૂપણ કરવા માંગીએ છીએ તેમ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું છે.

Advertisement

વધુમાં રમણલાલ વોરાએ ઉમેર્યું કે, રાજય સરકારે વસ્તીના ધોરણે બજેટ જોગવાઈ કરવી જોઈએ, તે નિર્વિવાદ વાત છે. પરંતુ માત્ર જોગવાઈ કર્યેી નહીં ચાલે અમલીકરણ થાય તે પણ મહત્વનું છે. બજેટમાં ફાળવેલ પુરતા નાણા વપરાય તો જ સાચા લાભાર્થીને લાભ થાય એટલે જ ભા.જ.પ. સરકારમાં સને ૨૦૧૬-૧૭ના બજેટમાં ૬:૦૮ની ઐતિહાસિક જોગવાઈ રાજયમાં પ્રમ વખત ઈ છે.

ઉપરોકત આંકડાકીય માહિતી સંપુર્ણ રાજય સરકારે પ્રસિધ્ધ કરેલ બાબતો છે. આ ઉપરી કોંગ્રેસ અને ભાજપ સરકારની કામગીરીમાં સમીક્ષા જોવા મળે છે. કોંગ્રેસે ૩ ટકાથી વધારે જોગવાઈ કરી જ નથી પછી ખર્ચની વાત તો દૂર રહી. ભા.જ.પ. સરકારમાં વિદેશ અભ્યાસ, કો.પાયલોટ, સાયકલ, ટયુશન ફી, ટેબલેટ, સમરસ હોસ્ટેલ ઉપરાંત બાબાસાહેબના કુટુંબના બધા જ સભ્યોના નામે સરકારી યોજનાઓ ભાજપ સરકારની
દેન છે.

કોંગ્રેસ માત્ર અનુસુચિત જનજાતિના લોકોને ભડકાવીને વોટ બેંકની રાજનીતિ કરી રહી છે. ખામ થીયરીને નામે સત્તા મેળવી તે જ વર્ગોનું અહિત કામ કોંગ્રેસે કર્યું છે.

કોંગ્રેસ પોતાના ભવ્ય ભૂતકાળ જોઈ લે. બંધારણીય હક્કો આપવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસે અનુસુચિત જાતિ-અનુસુચિત જનજાતિ કે બક્ષીપંચ વર્ગની કયારેય ચિંતા કરી નથી. કોંગ્રેસે માણસ નહિ મત જોયા છે. બાબાસાહેબને જીવન પર્યપ્ત અને સ્વર્ગવાસ પછક્ષ પણ અપમાનીત કરવાવાળી કોંગ્રેસ ચૂંટણી આધારિત મતોનું રાજકારણ કરી નિવેદનો કરે છે અને આંદોલનના કાર્યક્રમ આપવાી ચાલુ નહીં થાય. સાચા વિપક્ષ તરીકે સુચનો કરો, લોકોનું ભલુ થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.