Abtak Media Google News

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સૌરાષ્ટ્રના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓની વિશાળ હાજરીમાં કાર્યાલય ખુલ્લું મુકાશે

લોકસભાની બેઠક ફરી એકવાર ભાજપ પાસેથી છીનવી લેવા કોંગ્રેસના કાર્યકરો સંકલ્પબધ્ધ

લોકસભાની ચૂંટણી માટે તા. ૩ના રોજ વિરાટ જનમેદની અને સમર્થકો સાથે ઉમેદવારીપત્ર ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઇ કગથરાના કાર્યાલયનું ઉદઘાટન આવતીકાલે તા. ૬ને શનિવારે સાંજે થશે.લોકસભાની ચૂંટણીમાં આ વખતે ફરી એક વાર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારના અગ્રણીઓ,કાર્યકરો ઉમટી પડશે.

૩ એપ્રિલે રેસકોર્સ પાસે આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને હાર પહેરાવી લોકપ્રતિનિધી લલિતભાઇ કગથરા હજારો સમર્થકો સાથે ફોર્મ ભરવા ગયા ત્યારે ત્યાંથી પસાર થતા અનેક લોકો પણ જોઇ રહ્યા હતા કે ભાજપના ઉમેદવારના ફોર્મભરવાની વિધિ કરતાં કોંગ્રેસમાં જનસંખ્યા અને લોકોનો ઉત્સાહ બન્ને વધારે હતા. લોકસભાની આ બેઠક પર પંજો ખીલે, કોંગ્રેસ જીતે એ માટે સૌ કાર્યકર્તાને હાકલ કરવામાં આવી હતી.

Untitled 1 14

પાંચ વર્ષના શાસનમાં  મોટી મોટી વાતો કરીને વેપારીઓ, ખેડુતોની કમ્મર તોડી નાંખનાર અને મોંઘવારી જેવા અત્યંત મહત્વના મુદ્દાને તદ્દન ભૂલાવી દેનાર ભાજપ સરકારથી પ્રજા ત્રસ્ત છે. રાજકોટને પાણી આપવાના વાયદા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી કરે છે પરંતુ હજી સુધી એ સમસ્યા ઉકેલાઇ નથી. તો બીજી તરફ પાકવીમોથી લઇને અનેક પ્રશ્ર્નો પણ ગ્રામ્ય વિસ્તારમાં  ગંભીર બની રહ્યા છે ત્યારે લોકોમાં રોષ ફેલાઇ રહ્યો છે.એ રોષ ઉમેદવારી ભરવા વખતે પણ દેખાયો હતો.665718 Chavdaamit 032818 01

આવતીકાલે સાંજે રાજકોટના ઢેબરભાઇ રોડ પર સ્વામીનારાયણ ગુરુકુળની સામે કોંગ્રેસનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલાય ખુલ્લું મુકાશે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા લલિતભાઇ કગથરાનું કાર્યાલય ખુલ્લું મુકશે આ પ્રસંગે રાજકોટ લોકસભાના પ્રભારી મિહિર શાહ, વાંકાનેરના ધારાસભ્ય અને વરીષ્ટ કોંગ્રેસી આગેવાન જાવેદ પીરઝાદા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, હિતેશ વોરા, ડો. હેમાંગ વસાવડા, પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જિલ્લાના અગ્રણી અર્જુનભાઇ ખાટરિયા, ડો.ડાયાભાઇ પટેલ, રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટરો, વિવિધ નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરોમાં લલિતભાઇ કગથરાને જંગી બહુમતિથી જીતાડવાનો ભરપૂર ઉત્સાહ દેખાઇ રહ્યો છે. લોકો પણ ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારની નિતિથી ત્રસ્ત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.