Abtak Media Google News
  • 8 રાષ્ટ્રીય પક્ષોએ 17 વર્ષમાં અજાણ્યા નાના દાતાઓ તરફથી રૂ. 15 હજાર કરોડ એકત્ર કર્યા
  • ભાજપને રૂ.100 કરોડ તો કોંગ્રેસને 178 કરોડ મળ્યા
  • કટકે-કટકે મોટું ભંડોળ એકત્ર થયું છતાં ઇન્કમટેક્ષ કે ઇલેક્શન કમિશન કોઈએ તપાસ ન કરી

રાષ્ટ્રીય પક્ષોએ 2004-05 અને 2020-21 વચ્ચે અજાણ્યા સ્ત્રોતોમાંથી રૂ. 15,000 કરોડથી વધુ એકત્ર કર્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરના રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.  આમાં કોંગ્રેસ 178 કરોડની આવક સાથે ટોચ પર છે, જ્યારે ભાજપ 100.50 કરોડની આવક સાથે બીજા નંબરે છે.

એડીઆરએ 8 રાષ્ટ્રીય અને 27 પ્રાદેશિક પક્ષોના આવકવેરા રિટર્ન અને ચૂંટણી પંચમાં દાખલ કરાયેલા દાન સંબંધિત વિગતોનું વિશ્લેષણ કર્યું છે.  જેમાં જણાવવામાં આવ્યું છે કે 17 વર્ષમાં 8 પક્ષોએ રૂ. 15 હજાર કરોડનું ભંડોળ અજ્ઞાત સ્રોતમાંથી મેળવ્યું છે. આ તમામ દાતાઓ એવા છે જેમને રૂ. 20 હજારથી નીચેની રકમ દાન કરી છે. આ અંગે પાર્ટીએ અજ્ઞાત સ્ત્રોતની ઓળખ જાહેર કરી નથી. ઉપરાંત ઇલેક્શન કમિશન કે ઇન્કમ ટેક્ષ ઓથોરિટીએ પણ તેની અંગે કોઈ તપાસ કરી નથી. તેવો ઘટસ્ફોટ પણ કરવામાં આવ્યો છે.

અજાણ્યા સ્ત્રોતની આવક કેવી રીતે નક્કી થાય છે?

અજાણ્યા સ્ત્રોત એ પક્ષની આવકના તે સ્ત્રોત છે, જે આવકવેરા રિટર્નમાં દર્શાવવામાં આવ્યા છે. પરંતુ 20,000 રૂપિયાથી ઓછું દાન આપનારાઓને જાહેર કરવામાં આવતા નથી.  આમાં કૂપન વેચાણ, પર્સ મની, રાહત ભંડોળ, સ્વૈચ્છિક દાન, મોરચો અને મીટિંગ દાનનો સમાવેશ થાય છે. પક્ષના આ દાતાઓ વિશેની માહિતી ઉપલબ્ધ હોતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.