Abtak Media Google News

સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાને વિશ્વભરમાં ફેલાવી રહ્યાં છે ત્યારે કોંગ્રેસનો વિરોધ યલો ફિવર જેવો છે

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ  કમલમ ખાતે ટી.વી. મીડીયા સમક્ષ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અપમાનજનક શબ્દો ઉચ્ચારીને તા વિપક્ષના નેતાએ પણ ભંગાર જેવા શબ્દોનો ઉપયોગ કરીને સરદારનું અપમાન કર્યું છે .જેને સખત શબ્દોમાં ભાજપ વખોડી કાઢે છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાી અન્ય પક્ષો પણ સરદારને એક જ્ઞાતિ સાથે જોડીને ઉચ્ચારણો કરીને અપમાનીત કરી રહ્યાં છે. કોંગ્રેસે જ્ઞાતિવાદને લઈને વર્ગવિગ્રહ કરવાના પ્રયાસ કર્યા. દેશની એકતા અને અખંડિતતાને જોખમમાં મુકવાનો પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે.

કોંગ્રેસે સરદાર સાહેબ હયાત હતા ત્યારે પણ અપમાનિત કર્યા છે અને હયાત ની ત્યારે પણ તેમના વિશેના અઘટિત ઉચ્ચારણોી સરદારને અપમાનિત કરી રહ્યાં છે. ત્યારે  પ્રશ્ન એ થાય છે કે, કોંગ્રેસને યું છે શું? એ સમજાતું નથી. સરદારનું તૈલચિત્ર મુકવા કે ભારત રત્ન નહીં આપનાર કોંગ્રેસ કયા મોંઢે વાત કરે છે. સારી વાત કોંગ્રેસ સ્વીકારી શકતી નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરદારની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા તેમની પ્રતિભાને વિશ્વમાં ફેલાવી રહ્યાં છે. ત્યારે આ પ્રકારનો વિરોધ કોંગ્રેસનો યલો ફીવર  છે.

ભાજપાની સરકાર ગુજરાતમાં મેન્યુઅલ પ્રમાણે અછત ગ્રસ્ત વિસ્તારોની જાહેરાત કરી છે અને વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાતની પ્રજા આ અછતની પરિસ્થિતિનો સામનો કરવામાં સહકાર આપે અને કોંગ્રેસ આ મુદ્દે રાજનીતિ કરવાની બંધ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.