Abtak Media Google News

૧૦ જાન્યુઆરીથી રાજયના ૩૩ જિલ્લાની ૧,૦૯૮ જિલ્લા પંચાયતની બેઠકો, ૨૪૯ તાલુકાની ૫,૦૯૩ તાલુકા પંચાયતની બેઠકો, જયારે ૮ મહાનગરપાલીકાના ૧૭૨ વોર્ડો અને ૧૬૯ નગરપાલિકાના ૧,૨૫૧ વોર્ડોમાં કોંગ્રેસની જનસંપર્ક યાત્રા ફરશે

લોક સંપર્કો જીવંત કરવા

ભાજપ પક્ષને સતત મળી રહેલી સફળતા પાછળ તેની પાસે પાયાના કાર્યકરો પેઈજ પ્રમુખથી માંડીને ઉચ્ચ કક્ષાનું સુગઠીત સંગઠ્ઠન છે. જયારે કોંગ્રેસ પાસે આવા પાયાના કાર્યકરો સંગઠ્ઠનોનો અભાવ જોવા મળે છે. જેના કારણે રાજયમાં છ્લ્લા ૨૩ વર્ષથી શાસન કરી રહેલી ભાજપ સરકારને હટાવવામાં કોંગ્રેસ સતત નિષ્ફળ થઈ રહ્યું છે.તેમાં પણ કોંગ્રેસની આગવી ઓળખ સમાન બની ગયેલી આંતરીક જુથબંધી સંગઠ્ઠનને મજબુત બનાવા દેવામાં મુખ્ય બાધા રૂપ છે. વર્ષમાં ૨૦૧૪ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં રાજયની તમામ ૨૬ બેઠકો ગુમાવનારા કોંગ્રેસે આગામી ચૂંટણીમાં સારો દેખાવ કરવા માટે ગ્રામ્ય કક્ષાના સ્તરથી જનસંપર્ક યાત્રાઓ કાઢવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં વ્યાપક બનેલી જુથબંધી અને ઘટતા જતા પાયાના કાર્યકરોની સંખ્યાના કારણે રાજયભરમાં ઠેર ઠેર કોંગ્રેસનું માળખુ મૃત:પ્રાય હાલત જોવા મળી રહ્યું છે. જેના કારણે મતદારો પણ કોંગ્રેસથી વિમુખ થઈ ગયા છે. રાજયમાં ૨૩ વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર સામે અનેક વખત એન્ટી ઈનકમબન્સીનું વાતાવરણા હોવા છતાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસ તેની નબળી હાલતના કારણે તેનો લાભ ઉઠાવી શકતુ નથી થોડા સમય પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કર્યો હતો. પરંતુ, ભાજપને હરાવવામાં નિષ્ફળ ગયો હતો. ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનારી છે. ત્યારે ગ્રામ્યથી લઈને શહેરી કક્ષાએ મતદારોનો સીધો સંપર્ક કરવા કોંગ્રેસે રાજયભરમાં સર્વત્ર જનસંપર્ક રેલીઓનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.

વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં રાજયનીતમામ ૨૬ બેઠકો ગુમાવનારી કોંગ્રેસ પાર્ટીએ ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ દેખાવ કરીને વધારેમાં વધારે બેઠકો જીતવાનો વ્યૂહ બનાવ્યો છે. જેના ભાગરૂપે ૨૦મી જાન્યુઆરીથી રાજયભરનાં તમામ ગામોથી લઈને તમામ શહેરી વિસ્તારોને આવરી લેતી જનસંપર્ક યાત્રાઓનો પ્રારંભ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય લોકસભની ૨૬ સંસદીય બેઠકો માટે કોંગ્રેસ ઈન્ચાર્જ દ્વારા તૈયાર કરવામાં આવેલા જમીની વાસ્તવિકતાના અહેવાલ બાદ લેવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં તમામ બેઠકોનાં ઈન્ચાર્જોની એક બેઠક મળી હતી. જેમાં જનસંપર્ક યાત્રાઓ શરૂ કરવા માટેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતુ.

આ બેઠકમાં એવો કોંગ્રેસી નેતાઓએ એવો મત વ્યકત કર્યો હતો. કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેત પેદાશોના ઓછા ઉત્પાદનપોષણક્ષમ ભાવોના અભાવ બેરોજગારી સહિતની સમસ્યાઓ છે. જયારે શહેરી વિસ્તારો કે જે લાંબા સમયથી ભાજપનો ગઢ મનાય છે. તેમાં મૂળભૂત પ્રજાકીય સુવિધાઓનાં અભાવ, મોંઘવારી, આવાસોની વધતી કિંમત, મોંઘુ શિક્ષણ, જીએસટી વગેરે જેવી સમસ્યાઓ છે.

ભાજપ સરકાર સામેની આ લોકસમસ્યાઓને યોગ્ય સ્તરે વચા આપવામાં આવે તો મતદારોની લાગણીની સાથે તેમને કોંગ્રેસ તરફ ફરીથી વાળી શકાય તેવી ચર્ચાઓ થઈ હતી.જેથી ભાજપ સરકારની આ નિષ્ફળતાઓને ઉજાગર કરવા રાજયભરમાં જનસંપર્ક યાત્રાઓ યોજવાનું આયોજન કરાયું હતુ.

જનસંપર્ક યાત્રા અંગે નિર્ણય કરાયા બાદ આ મુદે કેન્દ્રીય હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવા અમિતભાઈ ચાવડા દિલ્હી જવાના છે.આ અંગે ચાવડાએ જણાવ્યું હતુ કે લોકસભાની ચૂંટણી પહેલા પ્રચાર અને રેલીઓનું આયોજન કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કેન્દ્રીય નેતાઓને પણ આમંત્રણ આપવાનું નકકી કરાયું છે. આ અંગે ટુંક સમયમાં દિલ્હી જઈને ચર્ચા કરીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે ભારે તફાવત હોય તેમા પ્રવૃત્તિઓ અલગથી આયોજન કરવામાં આવે છે. રાજયમાં ૪૩.૭૫ ટકા શહેરી અને ૫૬.૨૩ ટકા ગ્રામ્ય વસ્તી છે. મોટાભાગના મહાનગરપાલીકાઓમાં ભાજપનું શાસન છે. અને નગરપાલીકાઓ વિસ્તારોમાં પણ ભાજપનો દબદબો ઘણો વધરે છે. જેની કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસની વ્યૂહ રચના મુજબ રાજયના ૩૩ જિલ્લાઓમાં ૧,૦૯૮ જિલ્લા પંચાયત બેઠકો, ૨૪૯ તાલુકાઓ અને ૫,૦૯૩ તાલુકા પંચાયત બેઠકોને આ જન સંપર્ક યાત્રા દરમ્યાન જોડવામાં આવશે.

જયારે, આઠ મહાનગરપાલીકાના શહેરી વિસ્તારોમાં ૧,૨૧૨ વોર્ડો અને ૧૬૯ નગરપાલીકાના ૧,૨૫૧ વોર્ડોમાં આ જનસંપર્ક યાત્રામાં ફેરવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતુકે વર્ષ ૨૦૧૪માં અમે ૨૫ હજાર મતથી ઓછા માર્જીનથી આઠ બેઠકો ગુમાવી હતી. આ બેઠકો ધ્યાન કેન્દ્રીત કરીશું તો અમે વિજય મેળવી શકીશું જયારે ૧૦ બેઠકો શહેરી વિસ્તારોની છે. કેન્દ્રમાં ભાજપ સતામાં આવ્યા બાદ શહેરી લોકો પણ ભાજપથી નારાજ છે. જેથી શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ માટે સારી તક છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.