Abtak Media Google News

વોર્ડ નં.૧૩માં ભાજપ દ્વારા વિશાળ મહિલા સંમેલન યોજાયુ: હક્ડેઠઠ માનવ મેદની  ભાજપની સરકારે મહિલાઓ માટે હંમેશા પ્રભાવશાળી કામ કર્યું છે: અંજલીબેન રૂપાણી

લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર પ્રસારમાં કોઈ કચાશ રાખવામાં આવી નથી રાજકોટ વોર્ડ નંબર ૧૩માં ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર ૧૩માં મહિલા સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં મહિલા મોરચાના પ્રમુખ અંજલીબેન રૂપાણી સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપને મત એટલે સ્થાનિક સ્તરે કાર્યો કરતા રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓ થી લઇ વચ્ચે સ્થાને પ્રહરીની ભૂમિકામાં રહેલા પ્રધાન સેવક એવા નરેન્દ્રભાઈ મોદીને સમર્થન.

વડાપ્રધાને આજે આખી દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. દુનિયાના સૌથી શક્તિશાળી લીડર તરીકે ગણના થય  રહી  છે ત્યારે તેમના તેજથી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આંધળી બની જવાની છે અને ભારતને કોંગ્રેસ મુકત બનાવા આ છેલ્લો પ્રહાર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલાઓ માટે હંમેશા  પ્રભાવશાળી કામ કર્યું છે.

મહિલાઓની સુરક્ષા, સહાય અને જરૂરી માર્ગદર્શન માટે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી હંમેશા અગ્રેસર છે અને રહેશે રાજ્ય સરકાર દ્વારા અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને સલામત બનાવી છે ક્ધયાઓને એન્જિનિયરિંગ, મેડિકલ માં મફત શિક્ષણ આપ્યું છે ત્રિપલ તલાક જેવી ગુલામી પ્રથા નાબૂદ કરી છે તેમ જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સ્ત્રી અનામત ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે.

આ મહિલા સંમેલનમાં હસુભાઈ ચોવટીયા, યોગેશભાઈ ભુવા, પ્રવિણભાઇ રાઠોડ, જયાબેન ડાંગર, અનિતાબેન દુધાત્રા,રાધાબેન ભરવાડ, મંગળાબેન, સુધાબેન ચીખલીયા, નેહાબેન, ભાનુબેન, લીલાબેન પટેલ, ભાનુબેન તરાવિયા, દયાબેન, જ્યોત્સનાબેન  રામાણી, માયાબેન, નયનાબેન ગોહેલ, લક્ષ્મીબેન, શાંતીબેન પીપળીયા, શોભનાબેન ચોવટીયા, હંસાબેન બાવાજી, સરોજબેન બાવાજી, તોરણીયા હંસાબેન પરમાર, ભાવનાબેન બોરીચા, રમાબેન બાવાજી, કુસુમબેન ભટ્ટી,શિલ્પાબેન રામાણી, રમાબેન, સુનિતાબેન કાપડિયા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ શિલ્પાબેન ચૌહાણ, શૈલેષ ડાંગર સ્વાગત પ્રવચન, નિતિનભાઈ રામાણી ઉદબોધન અને આભારવિધિ જીજ્ઞાબેન દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.