Abtak Media Google News

રાજયની ભાજપ સરકાર વિરોધ આક્રમક કાર્યક્રમો અપાશે: કારોબારીમાં વિવિધ ઠરાવો પસાર કરાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ” વિસ્તૃત કારોબારી ” બેઠક આજે મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ઉપસ્તિ રહ્યા હતા. આ વિસ્તૃત કારોબારી બેઠકમાં ચૂંટણી પ્રચાર અને ભાજપ વિરોધી કાર્યક્રમો આપવા તેમજ સરકારની નીતિઓની વિરુદ્ધ આક્રમક કાર્યક્રમો આપવાના ઠરાવો પસાર કરાયા છે.

“વિસ્તૃત કારોબારી” બેઠક સમાપ્તી બાદ એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી તા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.  વિસ્તૃત કારોબારી અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોએ હાઈકમાન્ડ પર દબાણ ઉભુ કર્યું હતું કે શંકરસિંહ વાઘેલાને સીએમ પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ. પણ હાઈકમાન્ડ તરફી કોઈ જ પ્રતિસાદ આપવામાં આવ્યો ની. તાજેતરમાં શંકરસિંહ અને ભરતસિંહ દિલ્હી જઈ આવ્યા છે. રાહુલ ગાંધી સોની બેઠક બાદ હજી સુધી કોઈ જાહેરાત ઈ ની. જેી ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં અંદરોઅંદર નારાજગી પ્રવર્તી રહી છે. તેવા સમયે જ વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી.

વિસ્તૃત કારોબારી બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કેવી રણનીતિ અપનાવશે. અને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ કોને બનાવવા તે અંગે સેન્સ પણ લેવાય તેવી શકયતા છે. તેમ જ ભાજપ વિરુદ્ધ આક્રમક વિરોધ કરવાના કાર્યક્રમો નક્કી શે. હાલ કોંગ્રેસની કિનારા બચાવ યાત્રા ચાલી રહી છે. તેને સૌરાષ્ટ્રમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ખુશ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.