રાજકોટની જનતા પર કરોડો રૂપિયાના પેન્ડિંગ ઈ-મેમોનો બોજો માફ કરાવવા કોંગ્રેસનું ‘સહી ઝુંબેશ અભિયાન’

કોંગ્રેસના આગેવાનો અને સામાજિક સંગઠનોના આગેવાનો સાથે વકીલો પણ સમર્થનમાં જોડાયા

ઈમેમાં ને લઇ રાજકોટમાં ઘરે ઘરે કચવાટ અને જનતા ત્રાહિમામ છે. પાંચ વર્ષ સુધી દરરોજ લાખોના ઈમેમો ઇસ્યુ કરી હવે અચાનક ઉઘરાણા થતા લોકોને આઈ વે પ્રોજેક્ટના કેમેરા રાક્ષસ સમાન દેખાવા મંડ્યા છે. 150 કરોડથી વધુ રકમના પેન્ડિગ ઈમેમો છે અને 23 હજારથી વધુ લોકોના પેન્ડિંગ ઈમેમોના કેસ લોક અદાલતમાં દાખલ કર્યા અને લોકો ભયભીય થઇ ના છૂટકે ભરવા પણ મંડ્યા છે. જે લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેના માટે આ રકમ માથાનો દુખાવો બની છે.

આજે જિલ્લા પંચાયત ચોક ખાતે બોજમુક્ત રાજકોટ કાર્યક્રમ અંતર્ગત સહી જુમ્બેશ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગજઞઈંના કાર્યકરો ચોકમાં પ્લે કાર્ડમાં ઈ મેમાં માફ કરાવવા માટે વાહનચાલકોને અભિયાનમાં જોડાવોના અપીલ કરતા સ્લોગન સાથે ઉભા રહી નામ,નંબર અને સહી કરાવી હતી. તમામ વાહનચાલકો ઈ મેમાંથી ત્રાહિમામ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ સહી કરી સમર્થન આપ્યું હતું. આ સહી જુમ્બેશમાં કોંગ્રેસના પુર્વ પ્રમુખ અશોક ડાંગર, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયા,વિપક્ષનેતા ભાનુબેન સોરાણી,કાર્યકરી પ્રમુખ સંજય અજુડીયા, ડો. ધરમ કાબલીયા , મહીલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા તેમજ વકીલોમાં જીગ્નેશ જોષી,કુલદીપસિંહ ઝાલા તેમજ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મયુર વાંક,પ્રદેશ મહામંત્રી પ્રદીપ ડોડીયા, ગજઞઈંના પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા,મોહીલ ડવ,મીત પટેલ,જીત સોની, હર્ષ આશર, યશ ભીંડોરા,કરણ હુબંલ,પુજન પટેલ, બંધન પટેલ, રીયાઝા સુમરા સહીત કાર્યકરો જોડાયા હતા અને સામાજિક સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા.