Abtak Media Google News

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે વારોલી નદી ઉપર રૂા. ૩.૩૪ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર બંધારાના બાંધકામનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ અને વન વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે કરાયું હતું.

14 4 18 Sanjan Varoli River 1આ અવસરે મંત્રીશ્રીએ યોજના માટે કરાયેલા પ્રયાસોની સરાહના કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્‍યું હતું. તેમણે ઉમરગામ વિસ્‍તારમાં પીવાના પાણી માટે કરાયેલા કામોની જાણકારી આપી જણાવ્‍યું હતું કે, ઝરોલી, મલાવ અને તલવાડા ગામોમાં પ.પ કરોડની તેમજ નગરપાલિકા વિસ્‍તાર માટે પણ ૧.૬૨ કરોડના ખર્ચની પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી છે. ફિલ્‍ટરેશન પ્‍લાન બનાવી આજુબાજુના ગામોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. દરિયાઇ ધોવાણના કામો માટે પણ અનેક કામોની મંજૂરી આપવામાં આવી છે. કોઇપણ વિસ્‍તારમાં પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે સરપંચ તેમજ પાણી પુરવઠા વિભાગે કાળજી રાખે તે આવશ્‍યક છે. ખતલવાડામાં ૨૦ અને ૬૦ લાખના ખર્ચે દરિયાણ ધોવાણ અટકાવવા માટે માટી પુરાણના કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

14 4 18 Sanjan Varoli River 2આ સરકાર વિકાસકામોને પ્રાધાન્‍ય આપી ઝડપભેર મંજૂરી આપે છે અને આ તમામ કામો તબક્કાવાર કામો શરૂ કરી વેળાસર પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરાય તે આવશ્યક છે. આંબેડકર જયંતિ નિમિત્તે તા.પમી મે સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. મંત્રીશ્રીએ આગામી મે માસમાં યોજાનાર સમૂહલગ્નમાં આવવા આમંત્રણ પાઠવ્‍યું હતું.

કનુભાઇ સોનપાલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

14 4 18 Sanjan Varoli River 3અધિક મદદનીશ ઇજનેર નરેશભાઇ દાભડીયાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કામગીરીની વિસ્‍તૃત જાણકારી આપી હતી. આ કામગીરીથી આજુબાજુના સંજાણ, ટેંભી, ખતલવાડા, ગોવાડા, હુમરણ, ઉમરગામ જી.આઇ.ડી.સી. વિસ્‍તારમાં પાણીની મુશ્‍કેલ    ીઓ હલ થશે. બોર અને કુવામાં પાણીના સ્‍તર ઊંચા આવવાની સાથે દરિયાના પાણીનો અવરોધ થવાની પીવાના પાણીની સમસ્‍યાનો પણ મહદઅંશે ઉકેલ આવી જશે.

કાર્યપાલક ઇજનેર એન.કે.ભારદ્વાજે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે નાયબ કાર્યપાલક ઇજનેર જી.બી.પંડયા, જિલ્લા/ તાલુકા પંચાયત સભ્‍યો, આજુબાજુના ગામોના સરપંચો, ગ્રામજનો હાજર રહયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.