Abtak Media Google News
  • વિવિધ વર્ગોના સૂચનો અને સુજાવો લેવામાં આવી રહ્યા છે : 1લી જુલાઈ સુધી ઓનલાઈન સુજાવો આપી શકાશે
  • આર્ટિકલશિપનો સમય હવે 2 વર્ષનો રાખવા નિર્ણય લેવાશે : સ્ટાઈપેન્ડમાં 100 ટકાનો વધારો કરાશે
  • નેશનલ એજ્યુકેશન પોલિસીને ધ્યાને લઇ સીએ કોર્ષમાં બદલાવ લાવાશે

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા ( આઇસીએઆઈ ) દ્વારા સીએના અભ્યાસક્રમમાં ધરખમ ફેરફારો કરવા માટે એક વિશેષ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે અને તેને કેન્દ્ર સરકાર દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવેલી છે. આ વાતને ગંભીરતાથી લઇ હાલ સમાજના વિવિધ વર્ગોના સૂચન અને સુજાવો  લેવામાં આવી રહ્યા છે. આ અંગેના સૂચનો અને સુજાવ આપવા માટે 1 જુલાઈ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે.  યાર બાદ જ આ પ્રસ્તાવને ફરી મિનિસ્ટ્રીમાં મોકલવામાં આવશે.

Advertisement

Vlcsnap 2022 06 21 13H50M23S365

આ મુદ્દાને ધ્યાને લઇ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા ( આઇસીએઆઈ ) રાજકોટ ચેપટર દ્વારા એક આઉટરીચ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં કોર્ષમાં બદલાવ અંગે વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે બીઓએસ ( એ )ના વાઇસ ચેરમેન સી.એ વિશાલ દોશી વિશેષ ઉપસ્થિથ રહ્યા હતા. જ્યાં તેઓએ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને આઈસીએઆઈના બોર્ડ ઓફ સ્ટડીઝ(એકેડમિક્સ)ના વાઈસ ચેરમેન તથા વડોદરા સીએ ચેપ્ટરના સભ્ય વિશાલ દોશીએ આજે એક વાતચીતમાં કહ્યુહતુ કે, સામાન્ય રીતે દર 10 વર્ષે સીએના કોર્સની સમીક્ષા કરવામાં આવતી હોય છે પણ નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને 10 વર્ષ કરતા પહેલા જ સમીક્ષા કરવામાં આવી છે.

Vlcsnap 2022 06 21 13H50M43S267

બદલાવ કરવામાં આવેલા પ્રસ્તાવમાં સીએના વિદ્યાર્થીની ઈન્ટર્નશિપ 3 વર્ષની જગ્યાએ બે વર્ષની કરવાનો સુજાવ આપવામાં આવ્યો છે. ઈન્ટર્નશિપના સમયગાળા દરમિયાન ચાર વિષયની જાતે જ તૈયારી કરીને તેની ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે.આ ચાર વિષય ક્લીયર કર્યા બાદ જ વિદ્યાર્થી ફાઈનલની પરીક્ષા આપી શકશે.ઈન્ટર્નશિપ બાદ 6 મહિના સુધી વિદ્યાર્થી ફાઈનલની પરીક્ષા આપી નહીં શકે.આ સમય તેને ફાઈનલ પરીક્ષાની તૈયારી માટે મળશે.ફાઈનલમાં વિદ્યાર્થીએ 6 વિષયની પરીક્ષા આપવાની રહેશે. આ બદલાવ પાછળનો મુખ્ય હેતુ એ છે કે, હાલમાં જે વિધાર્થીઓ સીએની તૈયારી કરી રહ્યા છે, તેઓ આ પરીકક્ષામાં સ્ટક થઈ ગયા છે, જેનાથી તેમના કૌશલ્યને ઘણી માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે.

અભ્યાસક્રમમાં લાવવામાં આવેલો બદલાવ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે : સીએ જીગ્નેશ રાઠોડ

Vlcsnap 2022 06 21 13H49M59S250

રાજકોટ ચેપ્ટરના પ્રમુખ સીએ જીગ્નેશ રાઠોડએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં બદલાવ લાવવામાં આવશે તેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. અને તેમના ઉપર છે અભ્યાસ નો ભાવ જોવા મળતો હતો તેમાં પણ ઘટાડો થશે. આ નવતર કાર્ય ને ધ્યાને લઇ રાજકોટ ચેપ્ટર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમાં આર્ટિકલશિપ ની પ્રેક્ટિસ કરનાર લોકો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની પ્રેક્ટિસ કરનાર લોકોને અવગત કરવામાં આવશે. હાલ આ બદલાવ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સૈધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે જરૂરી એ છે કે વિદ્યાર્થીઓ આ બદલાવને ઝડપભેર સ્વીકારે અને તેઓ તેમનો વિકાસ સરળ બનાવે.

સૌરાષ્ટ્ર અને રાજકોટના વિદ્યાર્થીઓ ખુબજ મહેનતુ : સીએ વિશાલ દોશી

Vlcsnap 2022 06 21 13H49M52S724

સીએ વિશાલભાઈ દોશીએ નથી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને રાજકોટના વિદ્યાર્થીઓ કે જેવો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરે છે તે ખુબજ મહેનતુ છે. ત્યારે એકેડેમિક કાઉન્સિલ દ્વારા જે કોર્ષમાં બદલાવ લાવવામાં આવતો હતો તેને હવે પાંચ વર્ષ કરી દીધેલો છે. તેથી તેઓ કોઈપણ તકલીફ અથવા તો હાડમારી ભોગવ્યા વગર સીએનો અભ્યાસ કરી શકે અને યોગ્ય રીતે દેશની સેવા પણ કરી શકે છે. વિદ્યાર્થીઓને નવી યોજના ને લય અવગત કરાવવા માટે વિવિધ આઉટરીચ પ્રોગ્રામ ની અમલવારી કરવામાં આવી રહી છે જે આગામી દિવસોમાં પણ યથાવત રીતે કરાશે. હાલ સૂચનો અને સુજાવો લેવામાં આવી રહ્યા છે તેનાથી એક સારો એવો કોર્ષ બનાવવામાં આવશે જેનો લાભ વિદ્યાર્થીઓને ખરા અર્થમાં મળશે.

નવું સ્ટ્રક્ચર ઉભું થતા હવે આંતરરાષ્ટ્રીય સ્તરના સીએ બહાર આવશે : સીએ વિનય સાકરીયા

Vlcsnap 2022 06 21 14H10M01S212

છેલ્લા દસ વર્ષથી સીએ તરીકે પ્રેકટીસ કરતા વિનય સાંકરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ જે કોર્ષમાં બદલાવ લાવવામાં આવશે તેનાથી એક નવું સ્ટ્રક્ચર ઊભું કરાશે અને તેની મદદથી ભારતમાં સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તર નું પ્રશિક્ષણ મેળવશે . હાલ એટલું જ નહીં ટેકનોલોજી અદ્યતન બનતાની સાથે જ વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર પણ ઉંચુ આવશે અને તેમના કૌશલ્ય માં પણ વધારો થશે. બીજો સૌથી મોટો ફાયદો એ છે કે હવે એ એનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આર્ટિકલશિપ માં પણ યોગ્ય રીતે ધ્યાન આપી શકશે કારણ કે અત્યાર સુધી તેઓને પરીક્ષાનો ભય રહેતો હોવાથી તેમનું ધ્યાન અને તેઓએ જે આર્ટિકલશિપ માંથી શીખવાનું હોય તે કહી શકતા ન હતા. તેઓએ કહ્યું કે આ નવા વર્ષ ની અમલવારી ઝડપથી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો પહોંચશે.

નવા અભ્યાસક્રમ ને લઇ પીએનઆર વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ : સીએ તેજસ દોશી

Vlcsnap 2022 06 21 13H50M06S362

રાજકોટ ચેપટર અને વિકાસાના ચેરમેન સીએ તેજસ દોશીએ જણાવ્યું હતું કે નવા અભ્યાસક્રમ ને લઇ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમયમાં દરેક વિદ્યાર્થીઓએ સીએના અભ્યાસક્રમ માટે ઘણી મહેનત કરવી પડતી હતી તો સામે ઘણા વિદ્યાર્થીઓ નાસીપાસ પણ થતા હતા પરંતુ આઇસીએઆઇ દ્વારા આ વાતને ગંભીરતાથી લેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવા માટે સરકારને પ્રસ્તાવ પણ મૂક્યો હતો ત્યારે હવે આ પ્રસ્તાવને ગંભીરતાથી લઈ સરકાર દ્વારા સમગ્ર ભારતમાંથી સૂચનો મંગાવવામાં આવ્યા છે અને ત્યારબાદ તેની યોગ્ય અમલવારી કરવામાં આવશે. એ વાત ચોક્કસ છે કે લાવવામાં આવશે જેનાથી વિદ્યાર્થીઓને પ્રેકટીકલ નોલેજ પણ એટલું જ વધશે અને કોર્ષને લઈ તેઓમાં  ગંભીરતામાં પણ વધારો જોવા મળશે.

સીએ કોર્સમાં બદલાવ અંગેના મુખ્ય મુદ્દાઓ

  1. ડિગ્રી મેળવ્યા બાદ એક વર્ષનો અનુભવ મેળવ્યા બાદ જ  પ્રેક્ટિસ કરવાની પરવાનગી અપાશે.
  2. ફાઈનલ પરીક્ષા પાસ નહીં કરી શકનારાઓને બિઝનેસ એકાઉન્ટિંગ એસોસિએટ તરીકે માન્યતા અપાશે.
  3. અભ્યાસક્રમ એ રીતે ડિઝાઈન કરાશે કે વિદેશી વિદ્યાર્થીએ પણ ભારતની સીએની ડિગ્રી મેળવવી હોય તો મેળવી શકશે.
  4. ઈન્ટર પરીક્ષાના બંને ગૂ્રપ પાસ કર્યા બાદ જ વિદ્યાર્થી ઈન્ટર્નશિપ કરી શકશે
  5. ઓપન બુક સિસ્ટમને અમલી બનાવવા સુજાવ કરવામાં આવ્યો છે.
  6. ફાઉન્ડેશનમાં દરેક પેપરમાં 50 ટકા પાસિંગ માર્ક્સ મુકવા સુજાવ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.