Abtak Media Google News

સાંસદ વિનોદ ચાવડાની ઉચ્ચકક્ષાએ રજૂઆત

ચોમાસા દરમ્યાન સરેરાસ વરસાદ કરતાં બે ગણા વરસાદ ને કારણે કચ્છ જીલ્લામાં અને કચ્છ સાથે સંકલિત અન્ય જિલ્લાના રસ્તાઓ ખુબજ ખરાબ થઈ ગયેલ છે. નદી નાળાને કારણે પુલીયા પાપડીઓને ભારે નુકશાન થયેલ છે. કચ્છ જાગૃત સાંસદે વિનોદ ચાવડાએ આ સંદર્ભે સ્થાનિક તંત્રની સાથ સાથે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયા ને પણ પત્ર લખી રસ્તાઓનું મરામત કામ કરવા તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવા માટે જણાવ્યુ છે.  વધુમાં જણાવ્યુ હતું કે, કચ્છમાં હાલ સુધી સરેરાશ વરસાદ કરતાં બે ગણો વરસાદ નોંધાઈ ચૂકયો છે. ત્યારે સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે ની હાલત ખુબજ ખરાબ થઈ ગયેલ છે. મોટા મોટા ખાડા, ડામર નું ઉખડી જવું તેમજ રોડની સાઇડોનું તૂટી જવાના કારણે અકસ્માતો નું ભય અને વાહનોમાં નુકશાની થઈ રહી છે. ભારે વાહનો રોડ પર ફસાઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આવા સમયે સામખિયારી  લાકડીયા  રાધનપુર નેશનલ હાઇવે નંબર ૨૭ અને સામખિયારી  માળીયા  મોરબી નેશનલ હાઇવે નંબર ૮ – અ ની પરિસ્થિતિ ખુબજ ભય જનક બનેલ છે. તેમજ કચ્છના બધા રસ્તાઓનું તાત્કાલિક મરામત થાય અને વરસાદ બંધ થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ રિફરનીશ, ડામર રોડ બનાવવા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયા ને પત્ર લખી અમલ કરવા અનુરોધ સાથે સૂચન કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.