Abtak Media Google News

સ્થાનિક શખ્સ વિદેશીઓ સાથે મળી રૈયા રોડ પર બિલ્ડિંગમાં કોલસેન્ટર ચલાવતો’તો : ઇન્દોર સુધી કનેક્શન

અમદાવાદ, વડોદરા અને સુરત જેવા સિટીમાં બોગસ ઇન્ટરનેશનલ કોલસેન્ટર ચલાવી વિદેશીઓને લૂંટવાનું કારસ્તાન હવે  રાજકોટ સુધી પહોંચ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રૈયા રોડ પર આલ્ફા પ્લસ બિલ્ડિંગમાં દરોડો પાડી નકલી કોલસેન્ટર ઝડપી પાડ્યું છે. જેમાં ચાર વિદેશીઓ સાથે મળી સ્થાનિક શખ્સ તંત્રની મીઠી નજર નીચે કોલસેન્ટર ધમધમાવતો હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી વિદેશીઓને ધૂતતા લૂંટારાઓને ઝડપી અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના અને કોલસેન્ટરની લાઈનમાં ખા ગણાતા શખ્સે તંત્રની મીઠી નજર હેઠળ રૈયા રોડ પાસે આલ્ફા પ્લસ બિલ્ડિંગમાં ચાર વિદેશીઓ સાથે મળી બહારના દેશોમાં કોલ કરી તેઓને ધૂતતા કોલ સેન્ટર પર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.કે.ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડી પ્રદાફાશ કર્યો છે.

કોલસેન્ટરમાં ખાસ કરીને અમેરિકાના લોકોને નેની મોટી લોન અંગે જુદી જુદી સ્કીમો આપી તેમના ખાતામાંથી પકતાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવી લોકોને ઠગતા હોય છે. આ માટેની લીડ પણ કોલસેન્ટરના ખા લોકો મેળવી વિદેશના લોકો સાથે છેતરપિંડીઓ કરી લાખો રૂપિયાની હેરાફેરી કરતા હોય છે. આવા કોલસેન્ટર અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં ઝડપાતા રહે છે. પરંતુ બાવે તેનું પગેરું રાજકોટ સુધી પહોંચ્યું છે. જેમાં અનેક સવાલો લોકોના મન માં ઉઠી રહ્યા છે. એટલા મોટા ષડ્યંત્તની જાણ પેલા કેમ ન થઈ? કોના આશીર્વાદથી લૂંટારાઓ બેફામ બન્યા હતા.? ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હજુ આ કોલસેન્ટર કોનું છે તેના કઈ ખુલાસા કર્યા નથી.

રાજકોટમાં ઝડપાયેલું કોલસેન્ટરના કનેક્શન ઇન્દોર સુધી હોવાની પણ શંકા વ્યક્ત થઈ રહી છે. રાજકોટમાં ઝડપાયેલા કોલસેન્ટર જેવા ચાર કોલસેન્ટર ઇન્દોરમાં એક વર્ષ પહેલાં ઝડપાયા હતા. જેમાં રાજકોટના શખ્સની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. આ ષડયંત્રમાં પણ હાર્દિક નામનો શખ્સ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. વિદેશી સાથે ઓનલાઈન ફ્રોડને ત્યાંથી સુરક્ષા એજન્સીઓ ગંભીર પણે લે છે અને ઈન્દોરમાં ઝડપાયેલા કોલસેન્ટર કાંડમાં વિદેશની એજન્સી પણ ત્યાં તપાસમાં આવી હતી તેવું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.