Abtak Media Google News

કસ્તુરબાધામ ગ્રામ પંચાયતના ભવનનું લોકાર્પણ કરતા સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ  ભૂપતભાઈ બોદર ની એક અખબાર યાદી માં જણાવાયું છેકે દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલની ડબલ એન્જીન સરકાર પ્રદેશ પ્રમુખશ્ન સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર વિકાસકાર્યો કરી રહી છે , જેમનો મુખ્ય હેતુ ” જ્યાં માનવી ત્યાં સુવિધા ” નો રહેલો છે , ત્યારે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા પંચાયત હેઠળના ગામોના સર્વાંગી વિકાસની મુહીમ પ્રમુખ  ભૂપતભાઇ બોદરે ઉઠાવી છે ,

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની જનતા ને પુરતી સવલતો આપવાની નેમ સાથે જિલ્લા પંચાયતનું શાસન તેઓએ સંભાળ્યાં બાદ અનેક વિકાસના કાર્યો તેઓએ કર્યાં   તેવું જ એક રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ ગામ ખાતે નવા આધુનિક ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરના હસ્તે કરવામાં આવ્યું છે.ગત મેં મહિનામાં આ બિલ્ડીંગનું ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું અને જે રીતે ડબલ એન્જીન સરકાર સ્પીડમાં કામ કરે છે તેમ માત્ર 5 મહિના જેટલા સમયમાં પુરપાટ ગતીએ કસ્તુરબાધામ ગ્રામ પંચાયતના નવા આધુનિક ભવનનું નિમાર્ણ કરવામાં આવ્યું છે , નવા પંચાયત ભવનમાં ત્રણ ઓરડા , જેમાં ઇ – ગ્રામ સેન્ટર , સભાખંડનો સમાવેશ થાય છે ,

લોકોને ઘર આંગણે સુવિધા મળી રહે તે માટે તમામ પ્રકારની આ આધુનિક પંચાયત ભવનમાં સવલતો ઉભી કરવામાં આવી છે.આધુનિક ઇ – ગ્રામ કેન્દ્ર મારફત ઓનલાઇન સેવાઓ અને ઝડપી ભવનનું નિમાર્ણ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડીયા અને ડબલ એન્જીન સરકારના વિચારને જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરે ખરા અર્થમાં સાકાર કર્યો છે.આ પ્રસંગે આગેવાનોી પ્રકાશભાઈ કાકડિયા , સંજયભાઈ રંગાણી ,   રાજેશભાઈ ચાવડા , તાલુકા પંચાયત કારોબારી ચરેમેન   ચેતનભાઈ પાણ , તાલુકા ભાજપ મહામંત્રી  હિતેશભાઈ ચાવડા ,  કેયુરભાઈ ઢોલરીયા ,   નીલેશભાઈ પીપળીયા ,  છગનભાઈ સખીયા , શ્રી રસિકભાઈ ખુંટ , પ્રવીણભાઈ હેરભા , ભાવેશભાઈ પીઠાવા ,  મનુભાઈ નસીત ,  કિશનભાઈ રૈયાણી , શ્રી ભાવેશભાઈ ત્રાપસીયા ,  રાજુભાઈ વાઘેલા , અનવર ખાન , મુળજીભાઈ ખુંટ , જગદીશભાઈ , મનુભાઈ બાવળીયા, નરોતમભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.