Abtak Media Google News

ગ્રામિણ શ્રમિકોને ઘરઆંગણે રોજગારી મળી રહે તથા ગ્રામ્યકક્ષાએ માળખાકિય સુવીધામાં વધારો થાય તેવા બેવડા હેતુને સિધ્ધ કરવા સરકાર દ્વારા મનરેગા અમલી બનાવી છે.

રાજકોટ જિલ્લામાં મનરેગા અંતર્ગત પડધરી તાલુકામાં પડધરી અને ખંભાળા ગામે નવી આંગણવાડીનું નિર્માણ કરાયું છે. જેમાં પડધરી ખાતે ગીતાનગર સ્થિત નિમાર્ણ થયેલી  આંગણવાડી રૂા. ૧,૦૬,૧૭૨ લેબર ખર્ચ, રૂા. ૨,૨૯,૭૧૩ મટીરીયલ ખર્ચ જયારે રૂા. ૧,૯૯,૯૨૫ આઇ.સી.ડી.સી.એસ દ્વારા ખર્ચ સહિત કુલ રૂા. પ,૩૫,૮૧૦ ખર્ચે નિમાર્ણ થયેલી છે. આ કામ અન્વયે કુલ ૫૪૭ માનવદીન રોજગારી ઉત્પન્ન કરાઇ હતી. આજ રીતે  ખંભાળા ગામે નિમાર્ણ થયેલી  નવી આંગણવાડીમાં રૂા. ૭૬,૪૧૩ લેબર ખર્ચ, રૂા. ૨,૬૦,૩૮૦ મટીરીયલ ખર્ચ જયારે રૂા. ૧,૯૯,૦૫૫ આઇ.સી.ડી.સી.એસ દ્વારા ખર્ચ સહિત કુલ રૂા. પ,૩૫,૮૪૩ ખર્ચે નિમાર્ણ થયેલી છે. આ કામ અન્વયે કુલ ૩૯૪ માનવદીન રોજગારી ઉત્પન્ન કરાઇ હતી તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.