Abtak Media Google News

માર્ગ-મકાન વિભાગના અધિકારીની ઘોર બેદરકારી:નવા જિલ્લા સેવા સદનનો પ્લાન પણ મંજુર ન કરાયો હોવાનો ધડાકો

મોરબી જિલ્લામાં દલા તરવાળી વાળી જેવી નીતિ વચ્ચે આમ નાગરિકોને બાંધકામની મંજૂરી આપતી કચેરી જિલ્લા સેવા સદન માં જ છડે ચોક કલેક્ટર શ્રી ની નજર સામે જ  ગેરકાયદેસર બાંધકામ ધમ-ધમી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશ માં આવી છે.

ટોચના વર્તુળો માંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેર ના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં આવેલ જિલ્લા સેવા સદન માં અદ્યતન જિલ્લા પંચાયત કચેરી અને જિલ્લા પોલીસ વાળાની કચેરીનું બાંધકામ જોર શોર થી ચાલી રહ્યું છે અને હાલ માં બન્ને કચેરીના બાંધકામ માં બીમ કોલમ પર એક મજલા કરતા વધુ ભાગનું ચણતર કામ પણ પૂર્ણ થવામાં છે.

આશ્ચર્ય તો એ વાત નું છે કે આ બંને બાંધકામ શરુ થવા છતાં આજદિન સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા બિલ્ડીંગ પ્લાન લગત તંત્ર પાસે મંજૂરી માટે મુકવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે જો કોઈ સામાન્ય નાગરિક પોતાના રહેણાંક માટે નાનું એવું બાંધકામ શરુ કરે તો તે બાંધકામ માટે તંત્ર સમક્ષ જરૂરી ફી ચૂકવી બિલ્ડીંગ પ્લાન મંજુર કરાવવાનો નિયમ બતાવવા માં આવેછે અને જો કોઈ એ બાંધકામ ની પૂર્વ મંજૂરી લીધી ન હોય તો આજ તંત્ર વાહકો નાગરિકો ને શહેરી વિકાસ અને નગર રચના ના નિયમો અંતર્ગત નોટિસ ફટકારી કાયદા નું ભાન કરાવે છે.

આ સંજોગો માં આ બિલ્ડીંગ બનાવવાની જવાબદારી લેનાર માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ ને શું નવા બાંધકામ માટે મંજૂરી લેવાની જરૂરત નથી? શું કાયદામાં જેના હાથમાં એના મોમાં ઉક્તિ મુજબ આવ તઘલખી વટ ચલાવવાની છૂટ છે.

ચોંકાવનારી હકીકત તો એ છે કે જિલ્લા સેવા સદન માં જ્યાં સમગ્ર જિલ્લા ના કર્તા હર્તા જિલ્લા કલેક્ટર બેસે છે તે આંખે આખું બિલ્ડીંગ પણ બાંધકામ ની પૂર્વ મંજૂરી વગર જ ઉભું છે અને બિલ્ડીંગ વપરાશ ની મંજૂરી વગર જ કચેરી કાર્યાન્વિત કરી દેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે

આ સંજોગો માં જિલ્લા ના સમાહર્તા જિલ્લા કલેક્ટર શ્રી બાંધકામ પરવાનગી લેવાની તસ્દી ન લઇ ઘોર બેદરકારી આચરનાર તંત્રવાહકો સામે પગલાં લે છે કે દલા તરવાળીની વાર્તા ની જેમ રીંગણાં લ્યો ને બેચાર મુજબ ચલાવી લે છે તે જોવું રહ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.