Abtak Media Google News

ખાટા ફળો, પેકેડ જયુસ, કેળા, દહીં, મીઠી વસ્તુઓ, બ્રેક-જામ સવારના નાસ્તામાં ટાળો

હેલ્ધી બ્રેક ફાસ્ટ વ્યકિતને દિવસભર ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. નાસ્તામાં એવા ખોરાકનો સમાવેશ કરવો જોઇએ જેમાં પોષક તત્વો ભરપુર હોય પોષક તત્વોથી ભરપુર ખોરાક તમને ઉર્જા આપે છે. પરંતુ ઘણા લોકો ઉતાવળમાં નાસ્તો કરતાં નથી. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થ શકે તેમજ સવારના સમયે કેટલાક લોકો બિન આરોગ્યપ્રદ ખોરાક લે છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પડે છે. નિષ્ણાકોના મતે નાસ્તામાં કેટલીક વસ્તુઓ ટાળવી જોઇએ જે તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.

ખાટા ફળોનું સેવન ટાળવું જોઇએ આમા નારંગી અને મોસંબી વગેરેનો સમાવેશ થાય છે. નાસ્તામાં ખાટા ફળો ખાવાથી પેટમાં એસિડ બને છે. જેના કારણે ગેસ, પેટમાં બળતરા અને પેટ ફુલવાની સમસ્યા થઇ શકે છે.

Untitled 1 40

ખાલી પેટે ચા અને કોફી પીવાનું ટાળો ખાલી પેટે ચા અને કોફી પીવી એ તમારી પાચન તંત્ર માટે હાનિકારક છે. ખાલી પેટે ચા કે કોફી પીવાથી ગેસ, હાર્ટબને થઇ શકે છે.

નાસ્તામાં પેકેટ જયુસનું સેવન ટાળવું જોઇએ. તેમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે. આ જયુસ પીવાથી ડાયાબીટીસનો ખતરો વધી જાય છે. તેનાથી સ્થુળતા પણ વધી શકે છે. એટલા માટે સવારે પેકડ જયુસનું સેવન કરવાનું ટાળો કેળા ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે તેમાં મેગ્નેશિયમ અને પોર્ટશિયમ હોય છે. સવારે ખાલી પેટી કેળાનું સેવન કરવાથી લોહીમાં બન્ને મિનરલ્સનુ: અસંતુલન થઇ શકે છે. જે શરીર માટે હાનિકારક છે.

સવારના નાસ્તામાં મીઠી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઇએ. સવારે મીઠાઇ ખાવાથી બ્લડ સુગર લેવલ વધે છે. તેથી મીઠી વસ્તુઓનો નાસ્તામાં સમાવેશ ન કરો.ઘણા લોકો સવારે શેકનું સેવન કરે છે. આવી ભૂલ કરશો નહી. શેકમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે આનાથીસ ડાયાબીટીશનું જોખમ વધી જાય છે.દહીંનું સેવન સવારે કરવાથી શરદી અને ફલુ ખરાબ પેટ એસીડીટી અને બીજી ઘણી સમસ્યાઓ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.