Abtak Media Google News

Table of Contents

અગાઉ કોઈ ભૌતિક સુવિધા ન હોવાથી ચોકમાં બધા ભેગા મળતા હતા: આજે ઈન્ટરનેટ માધ્યમ અને ઈન્ફરર્મેશન ટેકનોલોજીએ સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા સાથે જીવન શૈલીમાં ઘણો બદલાવ કર્યો છે

અલક-મલકની વાતોની વિચાર ગોષ્ઠિ, કામ-ધંધેથી ફ્રી થઈને ચોક કે ઘરનાં આંગણે યોજાતી ટાઈમ-પાસ મિટીંગમાં વાણી સ્વતંત્રતાના હકક સાથે ગમે તે બોલતા જોવા મળે છે: આજના મોબાઈલ યુગમાં પણ આવા જુથો યથાવત છે, પણ નવા વર્ઝને નવુ રૂપ ધારણ કર્યું છે

આજે ગામડામાં ચોરામાં આ પ્રથા ચાલુ જોવા મળે છે, ચૂંટણી હોય કે ક્રિકેટ મેચ, ગ્રુપમાં કરન્ટ વિષયો પર કલાકો સુધી આવી ચર્ચા ચાલુ રહે છે: પંચાત ઉપરથી પંચાયતી શબ્દ આવ્યો હશે, અગાઉ ભેગા થઈ ને થતી વાતો મિટીંગ સ્વરૂપે આવી ગઈને સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ

આવી ચર્ચા માત્ર પુરૂષો જ કરે એવું નથી, આજે તો સ્ત્રીઓ પણ પોતાના ઝુંડ બનાવીને વાતોનાં વડા કરતાં હોય છે: સમગ્ર વિશ્ર્વની વાતો સાથે અહીં કેટલાક તો અર્થ શાસ્ત્રી હોય તેમ વર્લ્ડ બેંક સાથે દેશની અર્થ વ્યવસ્થાની વાતો પણ કરતાં હોય છે: સૌ પોતાની સમજ મુજબ વિવિધ ચર્ચામાં ટાપસી પુરાવતા હતા

જુના જમાનામાં જમીને બધા નિરાંતનો શ્ર્વાસ લેવા  અને જ્ઞાનમાં  વધારો કરવા,સલાહ લેવા ચોકમાં કે આંગણે અડ્ડો જમાવતા હતા. આગ્રુપોમાં સારી રજૂઆત કેથોડુ જ્ઞાન ધરાવતા લોકો દુનિયાભરની વાતો બધાને જણાવતા હતા. ઓટલા પરિષદ ખાલી પંચાત ન હતી.  પણ તેનાથી લોકોને  મનોરંજન   સાથે જાણવા મળતું. આજના બદલાતા યુગમાં આ પરિષદે  નવા  રંગ -રૂપ બદલીને અપગ્રેડ થતા સોશિયલ  મીડિયાની  દુનિયામાં પગ જમાવી દીધો છે. આજે ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ, ટીકટોક, વોટસએપ જેવા વિવિધ  માધ્યમો  5-જી,  સ્પીડના સથવારે અગાઉની   ઓટલા પરિષદની જેમજ  વર્તી રહ્યા છે, અર્થાંત તેનું સ્થાન  લઈ લીધું છે.

Advertisement

સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ  ઉપર આવી પંચાત, સલાહ સુચનો વિગેરે લોકો  આપવા માંડયા છે.  સારી-ખરાબ વાતોની ચર્ચા પણ   કરાય છે. આજની  ઘણી સમસ્યાનો ઉકેલ, જરૂરિયામંદોને મદદ જેવી  બાબતો  આવા  માધ્યમો પૈકી ઝડપથી  ઉકેલાય જાય છે. ફાસ્ટ યુગમાં  સારી નરસી ખબર પણ વાયુ વેગે  પ્રસરી જાય છે. ઘણીવાર તોખોટી અફવા પણ ફેલાતી જોવા મળે છેઅગાઉ સાચુ ખોટુ જ્ઞાન ઓટલેથી મળતું તો આજે ગુગલ દ્વારા મળી જાય છે. આંગળીના ટેરવે દુનિયા આવી જતાં લોકોમાં ઘણો બદલાવ  આવ્યો છે, અને સામાજીક સંબંધો માત્ર મોબાઈલ ન કારણે તુટવા  લાગ્યા છે.  ઓટલા પરિષદનીજેમ તોડવા-જોડવાનું કામ આજે સોશિયલ મીડીયા  પણ કરી રહ્યું છે. અગાઉના ચોકમાં ભેગા થતા ઓટલા ગ્રુપો દુનિયાદારીના શિક્ષણ સાથે ધણી બધી વાતો સમજાવી જતું હતુ.

Screenshot 4 44

ઓટલા પરિષદ આ શબ્દ બધાએ સાંભળ્યો હશે ને તેમાં ભાગ લીધો હશે. આજે કોઇ પાસે સમય નથી તેથી તે લુપ્ત થવાના આરે છે પણ કોરોના કાળના લોકડાઉનમાં આ પ્રથા ફરી જીવંત થઇ હતી. આ એક એવો જલ્વો છે જેમાં બધાને પોતાની વાત રજુ કરવાની તક મળે છે. અલક મલકની વાતોની વિચાર ગોષ્ઠિ એટલે ઓટલા પરિષદ શેરી કે ચોકમાં રાત્રે કે રજામાં નવરા પડીને બધા ભેગા થાયને શરુ થાય ઓટલા પરિષદનું ચર્ચા સંમેલન પુરૂષો જ ભાગ લે તેવું જરૂરી નથી સ્ત્રીઓ પણ ઝુંડ બનાવીને ચાપડા જીકતાને પંચાત કરતા પંચયતી સભા ભરે છે.

જે કરન્ટ વિષય હોય તેના પર ચર્ચા, સલાહ, સુચનો વિશેષ હોય છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં હજી ચોરે બેસીને આજ ઓટલા પરિષદ જીવંત છે. મોટી ઉમરના વડીલો બીડીયું પીતા પીતા આખા મલકન વાતો કરતા હોય છે. શહેરોમાં નિવૃત કે સિનીયરો પણ સવાર 10 થી 1ર ને સાંજે 4 થી 6 નિયમિત મળેને અલક મલકની વાતો કરે એમાંય જો મોંધવારી વધારો જાહેર કરાય તો તેની ચર્ચાબાદ ટી પાર્ટી પણ કરાય છે.

બદલાતી લાઇફ સ્ટાઇલ હવે ચાની હોટલે કે પાનનાં ગલ્લે યુવા ધનનું ટોળુ ભેગું થાય ને કલાકોની બેઠક બાદ અંતે ઘર ભેગા થઇ જાય છે. ઓટલા પરિષદના રૂપરંગ બદલાય ગયા છે, પહેલા તો શહેરનાં કે ગામડના અમુક ચોક નકકી જ હતા જયાં નવરા ધુપના ટોળાઓ વિવિધ ચર્ચાઓમાં મશગુલ હોય તો અમુક કેરમ, ચોકડી, છકડી કે રમી રમતા હોય છે. જુના ગીતોના શોખીનો ગીતો સાંભળતા ગીત ગુનગુનાવતા હોય છે. જો કે આવા દ્રશ્યો હવે જાુજ જોવા મળે છે. આજે તો બધા ટોળી બનાવીને બેસે તો ખરા પણ બધા પોતપોતાના મોબાઇલમાં વ્યસ્ત હોય, આજે તો સ્ત્રીઓ પણ સ્માર્ટ ફોન લઇને આંગણે બેઠી જોવા મળે છે.

પહેલા ટીવી – મોબાઇલ કશું જ ન હતું ત્યારે ઓટલા કે ઉમરે બેસીને ટોળુ કલાકો સુધી વાતો કરતું. એ જમાનામાં કોઇ ફિલ્હ જોઇ આવે તો આખી સ્ટોરી પણ કરે. ક્રિકેટ મેચની વાત પણ આવી જાય, ટુંકમાં આ બધી સિસ્ટમથી માનવી ટ્રેસ મુકત થઇ જતાં ઓટલા પરિષદમાં જો કોઇ નવું વ્યકિત આવે તો બધા ચૂપ થઇ જતાં હતા. દરરોજ સાથે બેસતા લોકોનું ફૂલ કોરમ હોય તો ઓટલાની ચર્ચા સભા ખુબ જ જામે છે. કેટલાક સાથે સંબંધ બગડયા હોય તો ચર્ચાની વાતમાં ટોણો પણ મારતા જોવા મળે છે. ચર્ચામાં ભૂત-પ્રેતની વાત રાજકારણની વાતો કોઇના અવસાનની વાત તહેવારોની ઉજવણીની વાતો સાથે દરિયા પારના દેશો પાડોશી દેશોની વાતો પણ ચર્ચામાં આવી જાય છે. કોઇ વિદેશ ગમન કરી આવ્યું હોય તો બધા તેની વાતો રસપૂર્વક સાંભળીને લાંબી ચર્ચા ચાલે છે. ઓટલા પરિષદમાં વાણી સ્વાતંત્ર્યનો પૂરો હકક હોવાથી ગમે તે સલાહ સુચન કે નિયમો બનાવવાની વાતો બેધડક કરતાં જોવા મળે છે.

કારખાના વર્ગમાં મંગળવારની રાત્રી અને સરકારી નોકરિયાત શનિવારની રાત્રીમાં લાંબો સમય જોડાય છે અને હા… સ્ત્રીઓને તો કોઇ બંધન નહી તે વીકના બધા દિવસ મુકત મને ટોળા બનાવીને આંગળાની બહારના ઓટલે સભા શરુ કરી શકે છે. આજે તો મોબાઇલમાં આવતાં વિડીયો વિશે પણ બધાને ખબર હોય તો પણ કલાકો સુધી તેની ચર્ચા આ ઓટલા પરિષદે કરાય છે. ઘણીવાર તો આવા જુથ નાના મોટા સેવાકીય આયોજન કરીને બીજાને મદદ રૂપ થતાં જોવા મળે છે. મોબાઇલનું ચલણ વધતા ટીવી જોવાનું પણ લોકોએ ઓછું કર્યુ છે. સ્ત્રીઓ સિરીયલ અચુક જોવે છે વન-ડે કે ટી-ર0  હોય તો પુરૂષો પણ ટીવી સામે બેસે છે. બાળકોને તો હંમેશા કાર્ટુન જોવા ગમે છે. મુકત વાતાવરણમાં ઉછરેલ આજના મા-બાપો જ પોતાના સંતાનોને મુકત વાતાવરણ આપતાં નથી.

ગામડાનો જલ્વો અનેરો હોય છે. જુની જુની વાતોનો દોર ચાલુ થાય તો એક બીજા પોત-પોતાના જમાનાની વાતુ એ ચડી જાય છે. આપણના ટોળા વચ્ચે કોક ભણેલ છાપું વાંચીને બધાને વાત કરતો પણ જોવા મળે છે. ઓટલા પરિષદમાં નાનકડી વાતોમાં મીઠું ભભરાવીને રસપુચુર રજુ કરવામાં ઘણા માહિર હોય છે. ટ્રમ્પ હોય કે બીડેન, ચીન હોય કે જાપાન બધા દેશો સાથે આખા વિશ્ર્વની વાતો વર્લ્ડ બેંક, અર્થતંત્ર વિગેરે તમામ વિષયોની અહિં ચર્ચા થતી જોવા મળે છે ઓટલા પરિષદમાં રાજકારણની ચર્ચા રાજીનામા પાર્ટી બદલું વિગેરેમાં સલાહ સુચનની ભરમાર જોવા મળતી હોય છે

નાના બાળકોની ટોળી, તરૂણો કિશોરોની ટોળી, યુવાનોની ટોળી, વડિલોની ટોળી વિગેરે આવી વિવિધ જાુથો વચ્ચેની બેઠકો મોડીરાત સુધી ચાલતી હોય છે. પહેલા તો વિવિધ રમતો દેશી રમતો રમતાને બાકીના ચોવટ કરતાં પણ આજે બદલાતા યુગે તેમાં પણ પરિવર્તન જોવા મળે છે. ઓટલો એવો શબ્દ છે. જે અલખ સાથે પણ આપણે જોડયો છે. કેટલાક ગ્રુપો હારમોનિયમ, તબલા, મંજીરા જેવા સાજ લઇને ભજનો પણ લલકારતા હોય છે. સંઘ્યા ટાળે મંદિરે આવા દ્રશ્યો બહુ જોવા મળે છે. પહેલા, સ્ટ્રીટ લાઇટ હોય છે. સંઘ્યા ટાળે ટોાળ ભેગા થતા આજે બજારે કે શેરી નાકે આવેલા ચોકમાં ટોળા ભેગા થાય છે. શેરીમાં આવેલ મોટા ઓટલે બધા ભેગા થાય ને ધીગામસ્તી કરે ને મકાન માલીક તેને તગડી મુકે તેવા બનાવો પણ બનતા હતા.

પંચાત ઉપરથી પંચાયતી શબ્દ બન્યો હશે અગાઉ ભેગા થઇને થતી વાતો મીટીંગ સ્વરુપે આવી હોય એવું બની શકે પણ અહીં થતી વાતોમાં ઘણીવાર દમ જોવા  મળે છે. ચુંટણી વખતે તો ઘણીવાર ઉમેદવાર પણ આવીને વાતોમાં જોડાય જીવ છે. ઓટલે ચર્ચા કરતા ને બોલતા વિચારો રજુ કરતાં કેટલાક રાજકારણમાં પણ આગળ આવ્યાના દાખલા છે તો કેટલાક સારા વકતા પણ બની ગયા છે. રાત્રે વાળુ પાણી કરીને બધા એકબીજાની ડેલીમાં બહાર નીકળવાની રાહ જોતા હોય છે. કોક ન આવે કે મોડું થાય તો તેની પણ ચર્ચા લાંબી ચાલે છે. મહેમાન આવે તો તેને પણ ઓટલે તો બેસાડવા બધા જ સાથે ભાગી જાય તો અને કોઇ લફરાની વાત આવે તો ઓટલા પરિષદે ચર્ચા જામે છે. સલાહ સુચનાનો વરસાદ વરસી પડે છે તો કેટલાક માર ઘાડની વાતો કરે છે પરંતુ છેલ્લે તો આપણે શું એમ કરી બધા પોતાના ઘર ભેગા થઇ જાય છે.

ઓટલા પરિષદની જેમ સોશિયલ મીડિયા પણ પ્રચાર-પ્રસારમાં અગ્રેસર

અગાઉ નાની-મોટી વાતો ચોકમાં બેસતા ગ્રુપોને ખબર પડતા જ તેનો પ્રચાર-પ્રસાર થવા લાગતો હતો. આજે ઈન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં એ જમાના કરતાં ઘણો ઝડપી પ્રચાર-પ્રસાર થવા લાગ્યો છે. અગાઉ શેરીનો છોકરો ખોવાય જતો તો 50-100 માણસો ગોતવા નીકળી પડતા જે આજે મેસેજ મારફત સમગ્ર ગામ કે શહેરને ખબર પડી જાય છે. પહેલા ભણતર ન હતુ. પણ આવા ‘ઓટલા’ દુનિયાદારી સમજાવી દેતા હતા. આજે નાનો કે મોટો બધા ગુગલ આધારીત ને ઈન્ટરનેટ ના આદી થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.