Abtak Media Google News

સ્વ.પ્રમુખ ગોવિંદભાઇ સુવાની સ્મૃતિમાં ટુર્નામેન્ટ યોજાય

ઉપલેટા વિવિધ સેવાકીય કાર્ય કરતું ક્રિષ્ના ગૃપ દ્વારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની સ્મૃતિમાં સૌરાષ્ટ્ર કબડ્ડી નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું. જેમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર ટ્રોફી અને મેડલ પહેરાવી સન્માનિત કરેલ હતા.

Advertisement

શહેરના કોલેજ ગ્રાઉન્ડમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા ક્રિષ્ના ગૃપના સ્થાપક અને પૂર્વ પ્રમુખ ગોવિંદભાઇ સુવાની સ્મૃતિમાં સૌરાષ્ટ્ર કબડ્ડી નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરતા 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.

મોડી રાત્રિ સુધી ચાલેલી કબડ્ડી સ્પર્ધામાં આખરે પ્રથમ નંબરે ધોરાજીની સ્પોર્ટ ફાઉન્ડેશનનો શાનદાર વિજય થયો હતો. જ્યારે બીજા ક્રમે શિવ ઉપલેટા અને ત્રીજા ક્રમે ડ્રીમ સ્પોર્ટ-જેતપુર, ક્રિષ્ના જામનગર વિજેતા બનતા તેમને નગર પાલિકાના પ્રમુખ મયુરભાઇ સુવા, પૂર્વ નગરપતી દાનભાઇ ચંદ્રવાડિયા, સંઘના ઉપપ્રમુખ લક્ષ્મણભાઇ શેઠ, રણમલભાઇ ગંભીર શિક્ષણ સમિતિના સભ્યો ભરત રાણપરિયા, વિક્રમસિંહ સોલંકી, નગર પ્રાથમીક સંઘના પ્રમુખ ભાવેશભાઇ સુવા, જીજ્ઞેશભાઇ ડેર, જયેશભાઇ ત્રિવેદી, ગોપાલભાઇ જોગલ, તારીકભાઇ પટેલ તેમજ નગર સેવકો, ભાજપના હોદ્ેદારોના હસ્તે મેડલો, મોમેન્ટો અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.