Abtak Media Google News
  • અવસર લોકશાહીનો : આજનો જાગૃત મતદાતા, લોકતંત્રનો ભાગ્ય વિધાતા
  • ઓછું મતદાન ધરાવતાં વિસ્તારોમાં ખાસ ઝુંબેશ: પત્રિકાઓ, ટી-શર્ટ, સંકલ્પ પત્રોનું વિતરણ, વહીવટી કાગળો ઉપર સ્ટેમ્પ લગાવાયા
  • સેલ્ફી પોઈન્ટ્સ, ફ્લેશ મોબ, વોલ પેન્ટિંગ બન્યા યુવા મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર : કોલેજોમાં કેમ્પસ બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂંક, સિગ્નેચર ડ્રાઇવ યોજાઈ

લોકશાહીનો અવસર એટલે ચૂંટણી. સમગ્ર વિશ્વમાં ઉત્સવોના દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પણ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં મત આપીને સહભાગી થવું, એ નૈતિક ફરજની સાથે લ્હાવો પણ છે. આજનો જાગૃત મતદાતા એ લોકતંત્રનો ભાગ્ય વિધાતા ગણાય છે. હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ની જાહેરાત થઇ ચૂકી છે. જે અન્વયે તા. 7 મે, 2024ના રોજ થનારા 10 – રાજકોટ સંસદીય મત વિસ્તારના મતદાનમાં મહત્તમ મતદારોને સહભાગી બનાવવા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના નેતૃત્વમાં તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારના માર્ગદર્શનમાં મતદાન અંગે જાગૃતિની કવાયત હાથ ધરવામાં આવી છે.

લોકશાહીમાં નાગરિકોની સાર્વત્રિક અને પ્રબુદ્ધ ભાગીદારી માટે સ્વીપ પ્રવૃત્તિઓના માધ્યમથી નાગરિકોને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી અંગે માહિતગાર કરી, નૈતિક રીતે પોતાનો મત આપવા માટે જાગૃત, સક્ષમ અને સશક્ત કરવામાં આવે છે. રાજકોટ સંસદીય વિસ્તારમાં સ્વીપ નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના દિશાનિર્દેશ અનુસાર ચૂંટણી જાહેર થતાંની સાથે જ અવિરત સ્વીપ એક્ટિવિટીઝ કરવામાં આવી રહી છે. જેમાં છાત્રોથી લઈને વડીલ મતદારો સુધી, ગ્રામીણ, અંતરિયાળ વિસ્તારથી લઈને મહાનગર સુધીના તમામ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે.

રાજકોટ સંસદીય મતદાર વિસ્તાર અંતર્ગત 66 – ટંકારા, 67 – વાંકાનેર, 68 – રાજકોટ પૂર્વ, 69 – રાજકોટ પશ્ચિમ, 70 – રાજકોટ દક્ષિણ, 71 – રાજકોટ ગ્રામ્ય, 72 – જસદણ, 73 – ગોંડલ, 74 – જેતપુર અને 75 – ધોરાજી વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેમાં મતદાન પ્રક્રિયા વિષે જાણકારી આપીને મત આપવા જવા અનુરોધ કરવામાં આવે છે, અચૂક મતદાનની શપથ લેવામાં આવે છે. અને ચૂંટણીલક્ષી પત્રિકાઓનું વિતરણ કરાય છે. ’મતદાન એ મહાદાન’ના મંત્રને સિદ્ધ કરવા વિવિધ જાહેર સ્થળો પર પોસ્ટર અને બેનર લગાવવામાં આવ્યા છે. તેમજ 50% કરતા ઓછું મતદાન થયેલું હોય તેવા વિસ્તારો તેમજ પુરુષ અને સ્ત્રી જાતકોના મતદાનમાં 10% કરતા વધુ તફાવત રહેલો હોય તેવા વિસ્તારોમાં ખાસ મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ રહી છે.

વધુમાં, લોકશાહીના અવસરની ઉજવણીમાં સરકારી-ખાનગી શાળાઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. મતદાન જાગૃતિ અભિયાન શાળાકીય પ્રવૃત્તિઓનો પણ હિસ્સો બની રહ્યું છે. ‘ચુનાવી પાઠશાળા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ નાટ્ય કૃતિમાં મતદાર યાદી સુધારણા, મતદારોને શાહી લગાવવી સહિતની ચૂંટણી સંલગ્ન કામગીરી ભજવીને ચૂંટણી પ્રક્રિયાની માહિતી મેળવી હતી. તેમજ શાળાઓમાં નિબંધ, ચિત્ર, વકતૃત્વ, રંગોળી, પોસ્ટર, ક્વિઝ જેવી વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી મતદાનના મહત્વ અંગે અવગત કરાવવામાં આવ્યા હતા. મહેંદી અને હેર સ્ટાઈલ સ્પર્ધામાં વિદ્યાર્થીનિઓએ કલાત્મક ડિઝાઇન સાથે મતદાનના સ્લોગન ચિતરાવી જનજાગૃતિની ખુશ્બુ ફેલાવી છે.

મત આપો….લોકશાહી બચાવો….

કડવીબાઇ ક્ધયા વિદ્યાલય અને જી.ટી. શેઠ વિદ્યાલયમાં યોજાયો મતદાર જાગૃતિનો વિશેષ કાર્યક્રમ

Img 20240404 Wa0022

રાજકોટ સંસદીય મતવિસ્તારની ચૂંટણી તા. 7 મે, 2024ના રોજ યોજાનારી છે. લોકસભા સામાન્ય ચુંટણી -2024 અંતર્ગત ભારતભરમાં ” મતદાન જાગૃતિ ” અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શાળાઓ પણ મતદાન જાગૃતિનો હિસ્સો બની રહી છે.

જેના ઉપક્રમે અધિક કલેકટર અને સ્વીપના નોડલ ઓફિસર જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ રાજકોટની વિવિધ શાળાઓમા મતદાન જાગૃતિને પગલે કડવીબાઇ વીરાણી ક્ધયા વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ સંકલ્પપત્ર વિદ્યાર્થીઓ પાસે ભરાવવામાં આવ્યા હતા. જ્યારે જી.ટી. શેઠ વિદ્યાલય (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ )માં મતદાન જાગૃતિ અંગે સ્પીચ અને નિબંધ લેખન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મતદાન જાગૃતિ માટેનું નાટક ભજવી લોકોને મત આપવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. સરકારી ક્ધયા વિદ્યાલય ધોરાજી ખાતે પણ વિદ્યાર્થીઓને સ્વીપ અંગેની જાણકારી તથા મતદાન કરવું એ આપણો અધિકાર છે તે વિશે વધુ માહિતી અપાઇ હતી અને વિદ્યાર્થીઓને મતદાન માટે પ્રેરિત કરાયા હતા. આમ, શાળાઓમા સંકલ્પ પત્રોના વિતરણ અને વિવિધ સ્પર્ધાના માધ્યમથી મતદાન વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જિલ્લામાં વોટર હેલ્પલાઈન ઉપર મળેલી 62 ફરિયાદોનો સકારાત્મક ઉકેલ

સી-વિજિલ ઉપર 42, એમ.સી.સી. ટોલ ફ્રી પર 14 અને 1950 ટોલ ફ્રી પર 6 ફરિયાદો નોંધાઈ

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણી યોજવા તંત્ર સતત કાર્યરત છે. જેમાં આદર્શ આચારસંહિતાને લગતી ફરિયાદોના નિવારણ માટે તંત્ર ત્રિવિધ રીતે કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં 16મી માર્ચથી લઈને અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી 62 ફરિયાદોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબર પર 69 – રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાંથી 03, 70 – રાજકોટ દક્ષિણમાંથી 05, 71 – રાજકોટ ગ્રામ્યમાંથી 02, 72 – જસદણમાંથી 02, 75 – ધોરાજીમાંથી 01 તથા અન્ય 01 મળીને 14 ફરિયાદો મળી હતી. જ્યારે જિલ્લા સંપર્ક કેન્દ્ર – 1950 હેલ્પલાઈન નંબર પર 68 – રાજકોટ પૂર્વમાંથી 01, 71 – રાજકોટ ગ્રામ્યમાંથી 03, 74 – જેતપુરમાંથી 02 મળીને 06 ફરિયાદો મળી હતી. તેમજ સી-વિજિલ પર સૌથી વધુ ફરિયાદો મળી છે. જેમાં 68 – રાજકોટ પૂર્વમાંથી 03, 69 – રાજકોટ પશ્ચિમમાંથી 11, 70 – રાજકોટ દક્ષિણમાંથી 03, 71 – રાજકોટ ગ્રામ્યમાંથી 11, 72 – જસદણમાંથી 01, 73 – ગોંડલમાંથી 11, 74 – જેતપુરમાંથી 02 મળીને 34 ફરિયાદો મળી હતી. આ તમામ ફરિયાદોનું ગણતરીના સમયમાં નિવારણ કરવામાં આવ્યું છે.

કલેકટરના હસ્તે મતદાન જાગૃતિના વિજેતા સ્પર્ધકોનું સન્માન કરાયું

Spardhko Nu Ayojan

લોકશાહીના પર્વ સમાન આગામી લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીશું-ની પ્રતિબદ્ધતા સાથે યુવા છાત્રોમાં અનેરો થનગનાટ રાજકોટ સહીત સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યો છે.

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં સ્વીપ નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવી અને તેમની ટીમ દ્વારા જિલ્લાની શાળા – કોલેજોમાં મતદાન જન-જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો રોજબરોજ યોજાઈ રહ્યા છે.  મોટા મવા વિસ્તારમાં આવેલ સનસાઈન કોલેજ ઓફ એમ.બી.એ. માં યુવા મતદારો જેવો પ્રથમ વાર વોટીંગ કરવાના છે, તેઓને મતદાનનું અધિકારીઓની ટીમ દ્વારા મતદાનનું મહત્વ સમજાવી અને વધુમાં વધુ મતદાન થાય તે બાબતે પ્રતિજ્ઞા લેવડાવી હતી.  જે છાત્રો  મતદાન માટે એલિજેબલ છે પરંતુ તેઓનું નામ મતદાન યાદીમાં નોંધાયેલ નથી તેવા મતદારોને વોટર હેલ્પલાઇન મારફતે ઓનલાઈન અરજી કરાવી હતી. જયારે રૈયાધાર વિસ્તારમાં આવેલી ડો. ઝાકીર હુસેન પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાલા અંતર્ગત આયોજીત ચિત્રસ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને કલેક્ટર પ્રભવ જોશી અને જીલ્લા અધિક ચુંટણી અધિકારી મુછરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ દરેક વિજેતાને પુરસ્કાર તરીકે સ્કુલબેગ, જીઓમેટ્રી બોક્સ, પેન તથા વોટર બોટલ આપવામાં આવી હતી. આ તકે મતદાર નોંધણી અધિકારી 69-રાજકોટ પશ્વિમ અને શાળાના અન્ય શિક્ષકો હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.