Abtak Media Google News

વધુ એક જમીન કૌભાંડ

વારસદાર બહેનને અંધારામાં રાખી ભાઇઓએ કરાવેલી એન્ટ્રીનું કૌભાંડ વર્ષો પછી ધુણ્યું

શહેરમાં વધુ એક જમીન કૌભાંડમાં સૌરાષ્ટ્ર ક્રિકેઠ એસોસીએશનની ખંઢેરીના સ્ટેડીયમમાંની બાજુમાં ખરીદેલા ખેતરનું વારસાઇ એન્ટ્રીમાં થયેલી ગેરરીતી સામે ભાઇઓ વિ‚ઘ્ધ બહેને જીલ્લા કલેકટરમાં લેખીત ફરીયાદ કરતા રેવન્યુ ક્ષેત્રેમાં ભારે ભળભળાટ મચી ગયો છે.

Advertisement

વધુ વિગત મુજબ જામનગર રોડ પર આવેલા ખંઢેરી રેવેન્યુ સર્વે નં. રપ૧ નવ એકર જમીનના મામલે મીણબાઇબહેન દેશળભાઇ જળુએ કલેકટરમાં વારસાઇ હકક ડુબાડયોના વાંધો રજુ કરી કલેકટરમાં ન્યાય માટે માંગ કરવામાં આવી છે.

તા. ૪-૧૨-૬૧ ના રોજ ખંઢેરી ગામે રહેતા દેશળભાઇ ઉકાભાઇ જળુ પોતે ખેડુત ખાતેદાર ન હોવાથી તેમના ખાતેદાર સાળા અરજણભાઇ દેશાભાઇને સાથે રાખી સંયુકત રીતે દસ્તાવેજથી જમીન ખરીદ કરી હતી તેઓની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પડયા બાદ ૧૯૬૨માં દેશળભાઇનું અવસાન થતા તેમના બન્ને પુત્ર નારણભાઇ અને કરશનભાઇએ પોતાના નામ તેમની બહેન અને માતાને સાથે રાખ્યા વગર રેવન્યુ રેકર્ડમાં નોંધ કરાવી હતી. પરંતુ મણીબાઇબેનનું નામ છુપાવામાં આવતા વારસાઇ નોંધ રદ થઇ હતી.

ત્યારબાદ કેટલાક સમય પછી ફરીથી વારસાઇ આંબાના આધારે માતા અને બહેનના નામ વગર કરશન અને નારણે પોતાના નામ રેવન્યુ રેકર્ડમાં ચડાવી લીધા હતા. આ દસ્તાવેજ વેળાએ મીણબાઇબેન સગીર હોવાથી તેમનું નામ વારસદાર તરીકે દશૌવ્યું ન હતી. પિતાની મિલ્કતમાં કૌભાંડ થયું

હોવાની જાણ થઇ ન હતી. મામલતદારે દેશળભાઇના બે વારસદારો ગણી એન્ટ્રીની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યાર બન્ને ભાઇઓ પણ અવસાન પામતા મીણબાઇને જાણ કર્યા અંગે ભત્રીજાઓએ પણ વારસાઇ નોંધ કરાવી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને સ્ટેડીયમની લાગુ જમીનનું વેચાણ કરી દીધું હતું.

જેમાં કરેલા સાટાખતમાં એવો પણ ઉલ્લેખ કરેલો મીણબાઇના વારસોને તેમનો હકક મળી જશે તેઓ ઉલ્લેખ  છતા આજદીન સુધી મીણબાઇના વારસોને મિલ્કતમાંથી કોઇ હકક, હિસ્સો ન મળ્યાની અને તેમની સાથે અન્યાય થયા હોવાની જીલ્લા કલેકટરને લેખીત વાંધાઓ સાથે રજુઆત કરી તમામ એન્ટ્રીઓ રદ કરવા માંગ કરી છે. કલેકટર સમક્ષની તથા કોર્ટ કાર્યવાહીમાં વાંધદાર મીણબાઇબેન દેશળભાઇ જળુ વતી વિકાસ શેઠ, બ્રિજ શેઠ, રાજદિપ દાસાણી તથા રાજ રતનપરા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.