Abtak Media Google News

કોવિડ-૨ સંક્રમિત આંતરડાના કોષો પર પ્રયોગો

સમગ્ર વિશ્ર્વમાં અત્યારે માનવજાત પર જોખમ બનીને ત્રાટકેલા કોરોના વાયરસની હજુ સુધી દવા શોધાઈ નથી પરંતુ ઈલાજ માટે સતત સંશોધન ચાલી રહ્યું છે ત્યારે લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલા સુક્ષ્મ માનવ અંગો કોરોનાની દવાના નિર્માણ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે તેવી વૈજ્ઞાનિકોને આશા જાગી છે. લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતા સુક્ષ્મ માનવ અંગો ઓર્ગેનાઈડ કે જે માનવ પેશીઓની સમકક્ષ હોય છે. તેમના અભ્યાસથી રોગ પર સંશોધન કરી શકાય છે. યુનિ. ઓફ બ્રિટીશ કોલંબિયા, કેનેડાના ડાયરેકટર જોરોફ પેનીનજર આ દિશામાં સંશોધન કરી રહ્યા છે.

Advertisement

તેમણે જણાવ્યું હતું કે, લેબમાં તૈયાર થતા ઓર્ગેનાઈડ પર પ્રયોગ કરીને વાયરસના ઈલાજ માટે અને રસીની કેવી અસર થાય છે તેના ઉપર સંશોધન ચાલી રહ્યું છે. અલગ-અલગ પ્રકારના માનવ કોષોના સમુહને સ્ટેમસેલ કહેવામાં આવે છે. ઓર્ગેનોઈડમાં આવા કોષો હોય છે અને તે માનવીના કુદરતી અંગો જેવા જ હોય છે. ઓર્ગોનાઈડ પર પ્રયોગ કરીને માસપેશીઓ બનાવીને તેના પોલાણને જોડીને એક અંગે જેવી રચના કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો કહે છે કે, કિડનીના ઓર્ગેનોઈડ કુદરતી કિડની જેવા જ હોય છે અને તેના પર પ્રયોગ કરી શકાય છે. પેનીનજરે ઓર્ગોનોઈડ પર પ્રયોગ કરવાની શરૂઆત કરીને તબીબી જગત માટે સંશોધનનો એક નવો માર્ગ ફુંકાયો છે. લઘુ અને સુક્ષ્મ માનવ અંગો વૈજ્ઞાનિકો માટે મચ્છરોથી ફેલાતા ચીકા વાયરસ મગજના ઓર્ગેનોઈડ પર સશોધન કરીને ગયા વર્ષે જ તેના અભ્યાસ લેખ પ્રસિઘ્ધ કરવામાં આવ્યો હતો હવે પ્રાથમિક ધોરણે અત્યાર સુધી ઉંદરો પર અને પ્રયોગ શાળામાં પશુઓ અને માનવીઓની કોશિકાઓ પર સંશોધન કરવામાં આવતું હતું. હવે આ સંશોધન ઓર્ગેનોઈડ પર સારી રીતે પરિણામ આપી રહ્યું છે.

રોગનો સંક્રમણ અને તેના પ્રભાવની અસર અત્યાર સુધી વાંદરાની કિડની અને કેન્સરના કોષો પર પ્રયોગ કરવામાં આવતા હતા. જે હવે ઓર્ગેનોઈડ પર કરવામાં આવશે. વૈજ્ઞાનિકો એસએઆરએસ-કોવિડ-૨ની દવાઓ માટે ઉંદર પર કરતા હતા તેમાં ઓર્ગેનોઈડ સારું પરીણામ આપશે. પેની નજરના મતે ઓર્ગેનોઈડનો અભ્યાસ તેના સહયોગીઓ માટે કોવિડ-૧૯ના ઈલાજ માટે ખુબ ઉપયોગી બન્યો છે. અન્ય એક અભ્યાસમાં ૧૨૮૦ દવાઓ અમેરિકાએ કોરોના વાયરસના સંક્રમણ માટેના ઉપયોગની મંજુરી આપી દીધી છે. વૈજ્ઞાનિકોએ આંતરડાના ઓર્ગેનોઈડ પર તેનો પ્રયોગ કર્યો હતો. ૧૦ પ્રકારના અલગ-અલગ કોષ જેવા કે પોષણ-શ્ર્વસલેશક કોષ અને અંતસ્ત્રાવનું સર્જન કરતા કોષના પ્રયોગો ઓર્ગેનોઈડ પર સિઘ્ધ થયા છે. કોવિડ-૨ સંક્રમિત આંતરડાના કોષો પર આ પ્રયોગ થઈ રહ્યા છે. આ અભ્યાસ સાથે જોડાયેલ જોયબડયુમરે જણાવ્યું હતું કે, ઓર્ગેનોઈડ પરના આ પ્રયોગ કોવિડ-૧૯માં દર્દીઓને થતા ઝાડાની તકલીફોના લક્ષણોના ઈલાજ માટે આંતરડાના ઓર્ગેનોઈડ પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

નવી પઘ્ધતિથી સાંપના અવયવો અને ગ્રંથીઓ બનાવીને તેના ઉપર પ્રયોગ થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોને ઓર્ગેનોઈડના માધ્યમથી ઈલાજની નવી દિશા મળી છે. કોવિડ-૧૯નો કોયડો પણ ઉકેલાશે. ઓર્ગેનોઈડમાં આ વાયરસ કેવી રીતે જીવે છે. કોષમાં તેનો ફેલાવો કેમ થાય છે તેને કેવી રીતે રોકી શકાય તેનો પ્રવેશદ્વાર કેમ બંધ કરી શકાય તેના અભ્યાસને અત્યારે વિશ્ર્વનાં ઘણા સંશોધકો અનુસરી રહ્યા છે. હૃદય અને ફેફસાના ઓર્ગેનોઈડનો અભ્યાસ ખુબ ઉપયોગી બન્યો છે. તામિલનાડુના પ્રોફેસર સાંઈ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, ઓર્ગેનોઈડ કોરોના વાયરસની દવાના અભ્યાસ માટે ખુબ જ અસરકારક બનશે. પેનીનજરના મતે ઓર્ગેનોઈડ પર નવી દવાના પ્રયોગો સરળ બન્યા છે. આ નવા ઓર્ગેનોઈડ બનાવવા માટે ૩૭ સેલ્શીયસનું વાતાવરણ જરૂરી છે. એક વખત વાતાવરણ ઉભુ થયા પછી ઓર્ગેનોઈડનું ઉત્પાદન વર્ષો સુધી કરાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.