Abtak Media Google News

આયુર્વેદાચાર્ય સંશોધક ડો.હિતેષભાઈ જોષી માર્ગદર્શન આપશે

અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા

ઉપલેટા ખાતે માકડિયા પરિવાર દ્વારા તેમના માતાની સ્મૃતિમાં ૧૫ વર્ષ પહેલા શાંતાબેન મોહનભાઈ માકડિયા સાર્વજનિક દવાખાનાનો પ્રારંભ કર્યો હતો. શહેરમાં શનિવારે સવારે કોરોના માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે માહિતી આપતા પ્રવિણ પ્રકાશનવાળા ગોપાલભાઈ માકડિયા તથા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયાએ જણાવેલ કે, અમારા વતનમાં ગરીબ અને નબળા વર્ગના લોકોને સામાન્ય પૈસામાં મેડિકલની પ્રાથમિક સારવાર મળે તેવા હેતુથી અમારા માતા શાંતાબેન મોહનભાઈ માકડિયાની સ્મૃતિમાં શહેરના બસ સ્ટેન્ડ સામે સાર્વજનિક દવાખાનાનો પ્રારંભ કર્યો હતો. આ સાર્વજનિક દવાખાનાનાં ઉપક્રમે આગામી તા.૨૭ને શનિવારે સવારે ૯:૩૦ કલાકે કોટેજ હોસ્પિટલ સામે આવેલ કડવા પટેલ સમાજમાં સમગ્ર વિશ્ર્વમાં કોરોના રોગ અંગે માર્ગદર્શન કેમ્પ યોજાશે.

જામનગર આયુર્વેદ યુનિવર્સિટીનાં પૂર્વ પ્રિન્સીપાલ અને આયુર્વેદાચાર્ય ડો.હિતેષભાઈ જોષી તેમજ તેમનાં તજજ્ઞ ડોકટરોની ટીમ ઉપસ્થિત રહી કોરોના રોગના ઉપાય અને ઉપચાર પર પ્રત્યક્ષ માર્ગદર્શન તેમજ નિદર્શન આપશે. ટ્રસ્ટી મંડળના ગોપાલભાઈ માકડિયા, પ્રવિણભાઈ માકડિયાએ જણાવેલ છે. આ કેમ્પમાં તમામ સમાજનાં લોકો વિનામુલ્યે લાભ લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.