Abtak Media Google News

વેપાર વધારવા માટે લોકડાઉનની કલાકો ઘટાડતા આશ્ર્ચર્ય

ઉલ્ટી ગંગા

સમગ્ર વિશ્ર્વ હાલ કોરોના વાઇરસથી બચવા મહિના સુધી સતત લોકડાઉન કરી આ મહાકાય રોગથી બચવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે શહેરમાં કોરોનાને કાબુ રાખવા વેપારીઓમાં ઉલટી ગંગા જોવા મળી છે.

Advertisement

વેપારમાં સમય ઘટાડવાને બદલે સમય વધારના પ્રબુઘ્ધ નાગરીકો વિચાર કરતા થઇ ગયા છે.

મામલતદાર જી.એમ. મહાવદીયાની હાજરીમાં બે દિવસ પહેલા ચેમ્બરના આગેવાનોની મીટીગ મળી હતી તેમાં શહેરમાં છેલ્લા આઠ દિવસમાં કોરોના વાઇરસ ઝડપી પ્રસરી જઇ હાલ ૪૬ જેટલા કેસો નોંધાતા સરકારી તંત્ર ફફડી ઉઠયું હતું. હાલ અને લોડાઉન-ર ચાલી રહ્યું છે.

ત્યારે વેપારીઓ સ્વૈચ્છીક સવારે ૮ થી બપોરે બે વાગ્ગયા સુધી ધંધા ચાલુ રાખતા હતા પણ કોરોના કેસ વધુ વધતા તંત્ર દ્વારા બોલાવાયેલી મીટીંગમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર ખુલ્લા રાખવા મામલતદારને જણાવેલ કે હાલ સવારે ૮ થી બપોરના બે વાગ્યા ુધી ધંધા ખુલ્લા રહેવાથી માણસોની ભીડ રહે છે

આને કારણે સોશ્યલ ડિસ્સન્ટ જળવાતું નથી. જો સવારે ૮ થી સાંજના ૮ વાગ્યા સુધી ધંધા ખુલ્લા રહેતો માણસોની ભીડ ઓછી થાય તેવું કાર ધરા અનલોક-ર નો ફાયદો ઉઠાવી પોતાના વેપાર ધંધા ચાલુ રાખવા માંગણી દોહરાવી હતી પણ તંત્રએ વેપારીઓ સ્વૈચ્છીક બંધ માં વધારો કરી અમુક ધંધા અને અમુક કલાકો જ વેપાર ખુલ્લા રહે તેવા હેતુથી મિટીંગ બોલાવેલ પણ ત્યાતો ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ સાવ કોરોના અટકાવવા માટે ઉલ્ટી ગંગા વહેડાવતા પ્રબુઘ્ધ નાગરીકોમાં ભારે આશ્ર્ચર્ય સર્જયું છે. જયારે હાલ સરકાર દ્વારા અન લોકડાઉન-ર ચાલી રહ્યું છે. ત્યારે તંત્રના હાથ બંધાયેલા રહ્યા છે. તંત્ર દ્વારા વેપારીઓ ઉપર કોઇ પ્રેસર કરી શકાતું નથી. ત્યારે હાલ તો કોરોના અટકાવવા માટે શહેરમાં સખત લોક ડાઉનની જરુરીયાત છે પણ વેપારીઓન પોતાના ધંધા રોજગાર કોરોનાની પરવા કર્યા વગર ખુલ્લા રાખવા છે.

વેપારીઓ નિયમનો ભંગ કરે છે છતાં તંત્ર કેમ મૌન?

હાલ કોરોના મહામારીમાં સૌવ નાગરીકો પરેશાની ભોગવી રહ્યા છે. સરકાર ઉપર માછલા ઘોવાઇ રહ્યા છે. ત્યારે સરકારે ના છુટકે વેપાર ખુલ્લા રાખવા સોશ્યલ ડિસ્ટન્ટ જાળવી વેપાર ધંધા ખુલ્લા રાખવા છુટ આપી છે પણ શહેરના મોટાભાગના વેપારીઓ પોતાના મોઢે માસ્ક પહેરતા નથી ગ્રાહકો માટે સેનેટાઇઝરની કોઇ વ્યવસ્થા નથી રાખતા ત્યારે આવા વેપારીઓ સામે તંત્ર પગલા ભરવા  કોની શરમ નડી રહી છે. તેવોા સવાલો પ્રજામાં પૂછાઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.