Abtak Media Google News

તહેવારો નજીક આવતા કોરોનાએ ફરી ચિંતા વધારી: રાજકોટ શહેરમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ: રાજકોટથી જીનોમ સિકવન્સિંગ માટે સાત સેમ્પલ પુને મોકલાયા: ટ્રાવેલિંગ હિસ્ટ્રીની પણ તપાસ

મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ કોરોનાની ચેઇન ફરી જોડાવવા લાગી હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્યતંત્ર દ્વારા હવે ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવતા સામે કોરોના પોઝિટિવ આંક પણ વધી રહ્યો છે. તહેવારો નજીક આવતાની સાથે જ કોરોનામાં સંખ્યા વધતા ફરી એકવાર ચિંતામાં વધારો થયો છે.સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ આરોગ્યતંત્ર દ્વારા ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે પોઝિટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. જ્યારે રાજકોટમાંથી જિનોમ સિક્વન્સ જાણવા માટે સાત સેમ્પલ પણ પૂને લેબોરેટરી ખાતે ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા છે.રાજકોટમાં ગઇ કાલે વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયું છે. જેમાં એકની ટ્રાવેલ હિસ્ટ્રી જામનગરની મળી રહી છે. તો બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવ આવેલા દર્દીઓમાં ચાર દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી દુબઈ, જર્મની, બેંગકોક અને થાઇલેન્ડની જાણવા મળી રહી છે. પરંતુ હજુ રાજ્ય સરકાર તરફથી ટ્રાવેલ કરતા વ્યક્તિઓના ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા નથી.છેલ્લા ત્રણ માસથી શાંત રહેલા કોરોનાએ ફરી એકવાર ઉછાળો માર્યો છે. જેના કારણે હવે કોરોનાએ ફરી ચિંતામાં વધારો કર્યો છે. દેશભરમાં પણ હાલ કોરોના કેસની સંખ્યા 7000ને પાર પહોંચી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.