Abtak Media Google News

સરગમ કલબ દ્વારા આજથી રાજકોટની જનતા માટે ત્રિવેણી સંગમ કાર્યક્રમ: ‘અબતક’ ગુજરાત સહિત દેશ-વિદેશની કલાપ્રેમી જનતાને ઘર બેઠા કરાવાશે જલ્સો

વિશ્ર્વ વિખ્યાત હિન્દી હાસ્ય કવિ કુમાર વિશ્ર્વાસ આજે રાજકોટવાસીઓને કાવ્ય કળશ થકી મોજ કરાવશે. સૌરાષ્ટ્રની જાણીતી સેવાકીય સંસ્થા સરગમ કલબ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે જાહેર જનતા માટે આજથી ત્રણ દિવસ સુધી ત્રિવેણી સંગમ કાર્યક્રમનું ભવ્યાતિભય આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક’ ચેનલ અને ડીજિટલ માઘ્યમ થકી દેશ-વિદેશમાં ઘર બેઠા આ કાર્યક્રમનો જલ્શો માણી શકશે.

Advertisement

સરગમ કલબ આયોજીત ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં આજે રાત્રે 8.30 કલાકે રાજકોટના રેસકોર્સ સંકુલ સ્થિત રમેશ પારેખ રંગદર્શન ખાતે યોજનારા હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં સૌથી મોટું આકર્ષણ વિશ્ર્વ વિખ્યાત કવિ અને વ્યંગકાર કુમાર વિશ્વાસની કાવ્ય કળશ બની રહેશે જેને માણવી ખરેખર એક સુવર્ણતક બની રહેશે. કુમાર વિશ્ર્વાસ  ઉપરાંત જાણીતા હાસ્ય કવિઓ સુરેન્દ્ર દુબે, મનવીર, મયુર, શૈલેષ ગૌતમ, ખુશ્બી શર્મા અને કુશલ શુકવારા હાસ્ય રસ પિરસશે આ તમામ હાસ્ય કવિઓની ગણતરી દેશના સર્વશ્રેષ્ઠ કવિઓમાં થાનય છે તેઓ રાજકીય ભંગ નહી પરંતુ કોઇપણ બાબતમાં લોકોને કેવી રીતે પેટ પકડીને હસાવવા તે વાત સારી રીતે જાણે છે. રાજકોટ વાસીઓ સાથે ગુજરાત સહિત વિશ્ર્વભરની કલા પ્રેમી જનતા આજે રાજકોટમાં સરગમ કલબ દ્વારા કુમાર વિશ્વાસના નેતૃત્વમાં યોજનારા હિન્દી હાસ્ય કવિ સંમેલનને માણી શકે તેવા ઉમદા આશ્રય સાથે ‘અબતક ’ ચેનલ અને ‘અબતક’ મીડીયાના તમામ પ્લેટ ફોર્મ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.ત્રિવેણી સંગમ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે સંગીત સંધયાનો કાર્યક્રમ યોજાશે અને 1રમી જુનના રોજ હસાયરો યોજાશે. તમામ કાર્યક્રમો ‘અબતક’ દેશ-વિદેશની જનતા સમક્ષ ડિઝીટલ માઘ્યમથી પહોચાડશે.

‘અબતક’ ચેનલ અને ડિજિટલ માઘ્યમ પર જીવંત પ્રસારણ નિહાળી શકશો

સરગમ કલબ આયોજીત ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં કુમાર વિશ્ર્વાસના કાવ્ય કળશને માણવાની સોનેરી તક મળશે આ ‘અબતક’ ચેનલ અને ડિજીટલ માઘ્યમ દ્વારા જીવંત પ્રસારણ નિહાળી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.