Abtak Media Google News

અબતક-રાજકોટ

વૈશ્ર્વિક મહામારી કોરોનાથી મોતને ભેટેલા દિવગતોના પરિવારજનોને સહાય ચુકવવા સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા 50 હજારની સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ફોર્મનું આજથી વિતરણ કરવામાં આવશે.

ભારત સરકારના પરિપત્રમાં કોવિડ-19થી મૃત્યુ પામેલા મૃતકના કુટુંબના સભ્યને મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોર્સ ઓફ ડેથ ઇશ્યુ કરવા સંબંધે દિશન નિર્દેશો આપેલા છે. નામદાર સુપ્રિમ કોર્ટે 30મી જૂને આપેલા ચુકાદા અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા 3 સપ્ટેમ્બર બહાર પાડવામાં આવેલી ગાઇડ લાઇનમાં પણ મુખ્ય રજીસ્ટ્રાર (જ.મ.)ને યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપી હતી.

જન્મ-મરણ રજીસ્ટાર પાસેથી એમસીસીડી ફોર્મ લેવું પડશે: સહાય મેળવવાની લાંબી લચ્ચક પ્રક્રિયા

જન્મ મરણ નોંધણી અધિનિયમ-1969ની કલમ 10 (3) મુજબ મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર કરેલ હોય તે તબીબ એમસીસીડી આપી શકે. જો મૃતકનું મૃત્યુ હોસ્પિટલમાં થયેલ હોય તો ફોર્મ નં.4 અને તે સિવાયના કિસ્સામાં એટલે કે બિન સંસ્થાકીય મૃત્યુના કિસ્સામાં (મૃતકને મૃત્યુ વખતે જો કોઇ તબીબે સારવાર આપી હોય તો) ફોર્મ નં.4 (એ) મુજબના નમૂનામાં તબીબો દ્વારા મરણ રિપોર્ટ ફોર્મ નં.2ની સાથે એમસીસીડી સંબંધિત રજીસ્ટ્રાર (જ.મ.)ને મરણની નોંધ કરવા સારૂ મોકલી આપવામાં આવે છે.

ફોર્મ નં.4 અથવા 4(એ)ની નકલ મૃતકના કુટુંબના સભ્ય દ્વારા માંગણી થયેથી રજીસ્ટ્રાર (જ.મ.) દ્વારા પૂરી પાડવાની તથા આ અંગેની યોગ્ય નોંધ મરણ રજીસ્ટરમાં કરવાની સૂચના થઇ આવેલ છે. ફોર્મ નં.4 અથવા 4 (એ)ની નકલ મૃતકના કુટુંબના સભ્ય દ્વારા માંગણી થયેલી રજીસ્ટ્રાર/સબ રજીસ્ટ્રર (જન્મ-મરણ) તરીકે ફરજ બજાવતા વિવિધ અધિકારી/કર્મચારી દ્વારા પૂરી પાડવામાં આવશે.

જેમાં મહાનગરપાલિકા કક્ષાએ જન્મ-મરણ રજીસ્ટ્રાર અને મેડિકલ ઓફિસર, નગરપાલિકા કક્ષાએ જન્મ-મરણ રજીસ્ટ્રાર અને નગરપાલિકા મુખ્ય અધિકારી, ગ્રામ્ય કક્ષાએ જન્મ-મરણ રજીસ્ટ્રાર અને તલાટી-કમ-મંત્રી, કેન્ટોન્ટમેન્ટ બોર્ડ, અમદાવાદનો જન્મ-મરણ રજીસ્ટ્રાર અને મુખ્ય કારોબારી અધિકારી, ઔદ્યોગીક વિસ્તાર/સ્વતંત્ર વિસ્તારમાં જન્મ-મરણ રજીસ્ટ્રાર અને મુખ્ય અધિકારી જ્યારે જંગલ વિસ્તારમાં જન્મ-મરણ રજીસ્ટ્રાર અને રેન્જ ફોરેસ્ટ ઓફીસરે કાર્યવાહી કરવાની રહેશે.

કોરોનાથી મોત થયું છે કે કેમ? તેના માટે મૃત્યુ વિષયક ખાતરી સમિતિની રચના કરવામાં આવી છે.

જિલ્લા કક્ષાની (મહાનગરપાલિા સિવાયના વિસ્તાર માટેની) સમિતિમાં અધિક નિવાસી કલેક્ટરના અધ્યક્ષસ્થાને રહેશે. મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ચિકિત્સક (જિલ્લા હોસ્પિટલ/સંલગ્ન મેડિકલ કોલેજ સભ્ય હોસ્પિટલ) અને સંલગ્ન મેડિકલ કોલેજના કોમ્યુનીટી મેડીસિન વિભાગના સભ્ય પ્રાધ્યાપક સભ્ય તરીકે રહેશે. આ સમિતિની કચેરી સબંધિત કલેક્ટર કચેરી ખાતે રહેશે.

મહાનગરપાલિકા વિસ્તાર માટેની સમિતિમાં અધ્યક્ષપદે નાયબ મ્યુનિસિપલ કમિશ્ર્નર (આરોગ્ય), મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, આરોગ્ય અધિકારી, ચિકિત્સક (જિલ્લા હોસ્પિટલ/સંલગ્ન મેડિકલ કોલેજ હોસ્પિટલ) અને સંલગ્ન મેડિકલ કોલેજના કોમ્યુનિટિ મેડિકલ વિભાગના પ્રાધ્યાપક સભ્ય તરીકે રહેશે. આ સમિતિની કચેરી સબંધિત મહાનગરપાલિકા ખાતે રહેશે.

એમસીસીડીની નકલ (ફોર્મ નં.4 કે 4-એ) મેળવવા માટે મૃતકના કુટુંબના સભ્યએ મરણનો બનાવ જે વિસ્તારમાં બન્યો હોય, તે વિસ્તારના જન્મ-મરણ નોંધણી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા આગળ ઉપર જણાવ્યા મુજબના અધિકારી/કર્મચારીને ઉદ્ેશીને પરિશિષ્ટ(1) મુજબના નમૂનામાં અરજી કરવાની રહેશે. જન્મ-મરણ નોંધણી રજીસ્ટ્રાર/સબ રજીસ્ટ્રારએ આવી અરજી મળ્યેથી ફોર્મ નં.4 કે 4-એ ની જોગવાઇ ઉપલબ્ધ હોય તો તેની નકલ પ્રમાણિત કરીને આપવાની રહેશે તથા મરણ રજીસ્ટરે રી-માર્ક્સના કોલમમાં મૃતકના કુટુંબના જે સભ્યને નકલ પૂરી પાડવામાં આવે તેનું નામ, આપ્યાની તારીખ સહિત દર્શાવવાનું રહેશે. જો એમસીસીડી ફોર્મ નં.4 કે 4-એ ઉપલબ્ધ ન હોય તો અરજદારને ખઈઈઉ અપ્રાપ્યતા પ્રમાણપત્ર આ સાથેના પરિશિષ્ટ(2) મુજબના નમૂનામાં આપવાનું રહેશે.

જો મૃતકના કુટુંબના સભ્ય પાસે એમસીસીડી ઉપલબ્ધ ન હોય, સુપ્રિમ કોર્ટના નિર્દેશો અનુસારની પરિસ્થિતિઓમાં સમાવેશ થતો ન હોય અને એમસીસીડી દર્શાવેલ મરણના કારણ અંગે મૃતકના કુટુંબના સભ્યને સંતોષ ન હોય તથા મૃતકના કુટુંબનો સભ્ય કોવિડ-19 થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ (ઘરરશભશફહ ઉજ્ઞભીળયક્ષિં રજ્ઞિ ઈઘટઈંઉ-19 ઉયફવિં) મેળવવા માંગતા હોય તો તેણે/તેણીએ આ સાથેના સામેલ પરિશિષ્ટ(3)માં જણાવ્યા મુજબના નમૂનામાં પોતાના રહેણાંક વિસ્તારના જીલ્લા કલેક્ટર સમક્ષ જરૂરી તમામ આધાર પુરાવા સહ અરજી કરવાની રહેશે.

આ સાથેના પરિશિષ્ટોના નમૂનાઓ સરળતા અને એકસૂત્રતા જળવાઇ રહે તે માટે તૈયાર કરેલાં છે. તેમાં સમાવેશ થતી તમામ વિગતો આવરી લઇને સાદા કાગળ ઉપર પણ અરજી કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.