Abtak Media Google News

કોરોનાએ અમદાવાદમાં ૨ વ્યક્તિઓ અને ગાંધીનગરમાં એકનો ભોગ લીધો: મૃત્યુઆંક ૧૯ રાજ્યમાં એક જ દિવસમાં વધુ ૪૬ કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયા: આંકડો ૩૦૦ને પાર

રાજ્યમાં કોરોનાની મહામારી વધી રહી છે ત્યારે ગઈ કાલે કુલ ૧૦૦ થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર સફાળું થયું છે. રાજકોટમાં બે દિવસ પહેલા જંગલેશ્વરના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના સંક્રમણથી વધુ ૫ સહિત ગઈ કાલે રાજકોટમાં કુલ ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાએ અમદાવાદમાં બે અને પાટનગર ગાંધીનગરમાં એક વ્યક્તિઓના ભોગ લીધા હતા. રાજ્યનો મૃત્યુઆંક ૧૯ સુધી પહોંચ્યો છે. અને આજ રોજ વધુ રાજ્યમાં ૪૬ પોઝિટિવ કેસ સાથે આંકડો ૩૦૮ સુધી પહોંચ્યો છે.

Advertisement

રાજકોટમાં બે દિવસ પહેલા જંગલેશ્વરના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં રહેલા લોકોના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવતા યુવાનના ૫ પારિવારિક સભ્યો સહિત કુલ ૭ વ્યક્તિઓના પોઝિટિવ કેસ નોંધાતા રાજકોટમાં આંકડો ૧૮ સુધી પહોંચ્યો છે. જ્યારે આજ રોજ આરોગ શાખા દ્વારા વધુ ૩૪ સેમ્પલ મેળવી લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. જેમાં ૨૨ પુરુષ અને ૧૦ મહિલાઓના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં કુલ ૮ પોઝિટિવ કેસ નોંધાતા શહેરનું એપિસેન્ટર જાહેર કરવામાં આવ્યું છે.  આરોગ્યતંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં કાર્યવિધિ વધારી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજ્યભરમાં કોરોનાના એક જ દિવસમાં વધુ ૪૬ પોઝિટિવ કેસ નોંધાતા આંકડો ૩૦૦ ને પાર પહોંચી કુલ ૩૦૮ દર્દીઓને પોઝિટિવ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં વધુ ૨ દર્દીઓના અને ગાંધીનગરમાં એક દર્દીનું મોત નિપજતા રાજ્યમાં મૃત્યુઆંક ૧૯ સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં એપિસેન્ટર તરીકે જાહેર થતા દિનપ્રતિદિન પોઝિટિવ કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

કચ્છમાં પણ એક જ દિવસમાં એક પરિવારના વધુ ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કચ્છ કુલ ૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યભરમાં ગઈ કાલે ૧૦૦ થી વધુ પોઝિટિવ આવ્યા બાદ આજ રોજ વધુ ૪૬ દર્દીઓને લોકલ સંક્રમણ ના કારણે વધું ૪૬ દર્દીઓને પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારે આરોગ્ય અગ્ર સચિવ ડો.જ્યંતી રવીના જણાવ્યા મુજબ આજે ૪૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ ૩૦૮ કેસ નોંધાયા છે.જેમાં ૧૯ લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત ૩૦ દર્દીઓ હોસ્પિટલમાં સાજા થઈ ઘરે પરત ફર્યા છે. અમદાવાદના કાલપુર, માણેક ચોક, જુહાપુરા, બાપુનગર, શાહ આલમ , નવા વાડજ માર્ગ સહિત ના વિસ્તારોમાં ૧૫૪ પોઝીટીવ  કેસો નોંધાયા હતા. જેમાં કોરોના ગ્રસ્ત  દર્દીની સારવાર કરવા ગયેલા તબીબને પણ કોરોના વાઇરસના લક્ષણ દેખાતા તેનો રિપોર્ટ કરાયો હતો. જેમાં બાવળની હરિઓમ સોસાયટીમાં રહેતા ડોકટરનો રિપોર્ટ પોઝિટિવ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. તો બીજી બાજુ ભરૂચમાં પણ ચાર પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.આ ચારેય દર્દીને ક્યાંથી ચેપ લાગ્યો તે જાણવા માટે પોલીસને તપાસના આદેશો અપાયા છે. આ ઉપરાંત સી.એમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સી.એમ નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ આઈ આઈ એમના ડોકટરો વચ્ચે વીડિયો કોનફર્સ યોજાઈ હતી.હવે દરરોજ વહીવટી તંત્ર તથા મેડિકલ તંત્ર સાથે બેઠક યોજવા ઉચ્ચ કક્ષાએથી આદેશો અપાયા છે.

Uhji

જંગલેશ્વરમાં લોક ડાઉનની કડક અમલવારી કરાવવી જરૂરી

રાજકોટમાં કોરોનાના ૧૮ પોઝિટીવમાંથી આઠ જંગલેશ્વરના છતાં ખાણી-પીણીની દુકાનો ખુલ્લી

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચી ગયો છે. અને કોરોનાનો ચેપ આગળ ન વધે તે માટે સમગ્ર દેશને લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે શહેરના જંગલેશ્વર વિસ્તારમાં લોક ડાઉનનો અમલ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહેતા એક જ દિવસમાં વધુ પાંચ કેસ પોઝિટીવ નોંધાયા છે.

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારના યુવકનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ ચેકીંગ માત્ર કાગળ પર જ કર્યુ હોય તેમ જણાય રહ્યું છે. તેમજ પોલીસ તંત્ર પણ જંગલેશ્વર વિસ્તારમાં લોક ડાઉનની અમલવારી કરાવવામાં નિષ્ફળ રહ્યું હોય તેમ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં લોકોની અવર જવર સતત રહે તે રીતે દુકાનો ખુલ્લી હોવાથી જંગલેશ્વરમાં લોક ડાઉનનો વધુ કડક રીતે અમલ કરાવવો જરૂરી બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.