Abtak Media Google News

સીરાપના સેમ્પલને સરકારી લેબોરેટરીમાં મોકલાયા :  તપાસમ ડબલ્યુએચઓ પણ સહભાગી બનશે !!!

વૈશ્વિક ફલક ઉપર ભારત દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને વિશ્વના અન્ય દેશોને ચાઇના કરતા ભારત ઉપર વધુ ભરોસો છે પરંતુ છેલ્લા એક બે મહિનામાં ભારતના દવા એટલે કે ફાર્મા ક્ષેત્રમાં ભરોસો દામાદોર થઈ રહ્યો છે કારણ કે ગામબિયામાં બાળકોના મોત બાદ ઉઝબેકિસ્તાનમાં પણ 16 બાળકોના મોત નિપજતા ભારતીય કંપનીઓની દવાઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે.

Advertisement

ઉઝબેકિસ્તાનમાં કફ સિરપથી 18 બાળકોના મોત નિપજ્યા છે. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે બાળકોએ જે કફ સિરપ પીધું હતું તે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીનું ડોક-1 મેક્સ સીરપ હતું. ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતનો આ મામલો એ ઘટના બાદ સામે આવ્યો છે જ્યારે આફ્રિકન દેશ ગામ્બિયામાં આ જ દવા પીવાથી 66 બાળકોના મોતના સમાચાર આવ્યા હતા.

ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે જે સીરપ પીવાથી  બાળકોના મોત થયા હતા તે ભારતીય ફાર્માસ્યુટિકલ ફર્મ મેરિયન બાયોટેક લિમિટેડ દ્વારા બનાવવામાં ડોક-1 મેક્સ કફ સિરપથી થયું હતું. મંત્રાલયના નિવેદન અનુસાર, લેબમાં કરવામાં આવેલા પરીક્ષણમાં ભારતીય કફ સિરપમાં દૂષિત ઇથિલિન ગ્લાયકોલની હાજરી મળી આવી હતી.

ઉઝબેકિસ્તાનમાં અસરગ્રસ્ત બાળકો દ્વારા પ્રિસ્ક્રિપ્શન વિના અને ઓવરડોઝમાં ડોક 1-મેક્સ કફ સિરપનું સેવન કરવામાં આવ્યું હતું. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે  બાળકોને તકલીફ હોવાના કારણે નોઇડાની મેરિયન બાયોટેક દ્વારા ઉત્પાદિત ડોક-1 મેક્સ સિરપનું સેવન કર્યું હતું, જેના કારણે સંભવતઃ તેમાંથી 18ના મોત થયા હતા.

શરદી અને ફ્લૂના લક્ષણોની સારવાર તરીકે મેરિયન બાયોટેકની ડોક-1 મેક્સ સિરપ કંપનીની વેબસાઇટ પર વેચાય છે. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘તપાસમાં જાણવા મળ્યું છે કે મૃત બાળકોએ હોસ્પિટલમાં દાખલ થયા પહેલા 2-7 દિવસ સુધી દિવસમાં 3-4 વખત આ દવાનું સેવન કર્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઉઝબેકિસ્તાનમાં આરોગ્ય અધિકારીઓના સંપર્કમાં છે અને ઉઝબેકિસ્તાનમાં બાળકોના મૃત્યુના અહેવાલોને પગલે વધુ તપાસમાં મદદ કરવા તૈયાર પણ બતાવી છે.

જોકે  આ વર્ષની શરૂઆતમાં, ગામ્બિયામાં 70 બાળકોના મોતના અહેવાલ હતા. આ વાતની જાણ થતા ભારતના આરોગ્ય મંત્રાલય એ પણ એક વિશેષ પગલું ભર્યું છે અને મારીયન બાયોટેક કંપની ઉપર રોક લગાવી છે જ્યાં સુધી તપાસ ચાલશે ત્યાં સુધી કંપની કોઈપણ દવાનું ઉત્પાદન નહીં કરી શકે અને તે દવાના સેમ્પલને પણ ચંદીગઢ ખાતે આવેલી સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

કફ સીરપના સેમ્પલ નો રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે ખરા અર્થમાં કિસાનમાં જે બાળકોના મોત થયા તે કફ સીરપના સેવનથી થયા છે કે અન્ય કોઈ કારણ છે. કંપનીમાં 10 કલાકથી વધુ તપાસ હાથ ધરાઈ હતી. મેરિયન બાયોટેક કંપની દવારા જે સીરપ બનાવવામાં આવે છે તે માત્ર નિકાસ માટે જ માન્યતા ધરાવે છે. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.